જાણવા જેવુ

 સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર પર્યટકોનો ધસારો.. 4 કલાકમાં અધધધ 15000 ટીકિટનું વેચાણ.. જુઓ મનમોહક તસ્વીર

173views

વિશ્વવની સૌથી ઉંચી પ્રતિમાંને નિહાળવા પર્યટકો દેશ વિદેશથી કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે. સરદાર પટેલની આ પ્રતિમાં ગુજરાત જ નહિ પણ દેશનું ગૌરવ છે. ખાસ કરીને શનિવાર અને રવિવારે પર્યટકો મોટી સંખ્યામાં આવે છે.  રવિવારે સવારે 8 થી 12 વાગ્યા સુધીના 4 કલાકમાં જ 15,000 ટીકિટનું વેચાણ થયું હતું તો એક દિવસમાં 30,000 જેટલા પ્રવાસીઓ નોંધાયા હતા.

 

સરદાર સરોવર ડેમ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મોટેભાગે લોકો ઓનલાઈન બુકિંગ જ કરાવે છે. ચૂંટણી પુર્ણ થઈ હોવાથી અને વેકેસન સમયગાળો હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું મનાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ સરદાર સરોવરનો મનમોહક  નજારો જોવા મળે છે.

error: Content is protected !!