રાજનીતિ

જાણો સ્ટેમ્પ પેપરને લઈને ગુજરાત સરકારે કર્યો નિર્ણય લીધો ?

112views

ગુજરાત સરકારે ફરી એકવાર કાળા બજારને રોકવા માટે મહત્વના પગલાઓ લીધા છે. દસ્તાવેજમાં ઉપયોગી સ્ટેમ્પ પેપરનાં કાળા બજાર અને સ્ટેમ્પ વેન્ડરોની જોહુકમીને દૂર કરવા માટે રાજ્ય સરકારે મહત્વપુર્ણ નિર્ણય કર્યો છે. હવેથી ગુજરાત સરકાર તમને ઘરે બેઠાં ઓનલાઈન ઈ-સ્ટેમ્પ પેપર આપશે. આ ઓનલાઈન ઈ સ્ટેમ્પ અલગ-અલગ દરનાં દસ્તાવેજની નોંધણી પણ કરી શકાશે. ઈ સ્ટેમ્પરનાં સંભવિત દુરઉપયોગને ટાળવા માટે મહેસૂલ વિભાગે કેટલાક તકેદારીનાં પગલાં પણ લીધા છે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જાહેરાત કરતાં કહ્યું કે, રાજ્યની જનતાને ઈ- સ્ટેમ્પ પર દસ્તાવેજોની નોંધણી કરી શકશે. આ સાથે તેમણે જણાવ્યું કે, રાજ્યમાં હાલ 474 સુવિધા કેન્દ્રો કાર્યરત છે. હવે ઇ સ્ટેમ્પિંગનાં વ્યાપરને વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. કોમન સર્વિસ સેન્ટર અને નોટરીની કચેરીમાં ઈ સ્ટેમ્પની સુવિધા શરૂ કરી દેવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, રાજ્ય સરકાર દ્વાર લેવામાં આવેલાં આ નિર્ણયથી રાજ્યના નાગરિકોને દસ્તોવેજની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. સ્ટેમ્પ પેપરના વેંચાણ માટે ઉદભવતાં કાળા બજારનો પણ અંત આવશે અને કૃત્રિમ અછત, ગેરરીતિ, છેતરપિંડીનાં કિસ્સાઓ ઉપર પણ નિયંત્રણ આવશે. ઈ સ્ટેમ્પની સુવિધાનો વ્યાપ વધારવાથી રાજ્યમાં રોજગારીની નવી તકો ઉદભવશે.

રાજ્યમાં અત્યારે 35 નેશનલાઈઝ અને પ્રાઇવેટ બેંકો, 90 કો-ઓપરેટિવ બેંકોની તમામ શાખાઓ, 1259 સ્ટેમ્પ વેન્ડર, 5500 કંપની સેક્રેટરી, 11500 સીએ, 3000 નોટરી લાયસન્સ ધારકો, 185 નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની અને 20000 સીએસસી સેન્ટરોમાં ઇ સ્ટેમ્પિંગ સુવિધા શરૂ કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!