રાજનીતિ

કોરોના વચ્ચે તેજી : શેરબજાર ઉછળીને 4 મહિનાની ઊંચી સપાટી ઉપર પહોંચ્યું

487views

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 429 અંક વધીને 35843 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 121 અંક વધીને 10551 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એમએન્ડએમ, હીરો મોટોકોર્પ, ટાઈટન કંપની, એચસીએલ ટેક, ટાટા સ્ટીલ સહિતના શેરો વધીને બંધ રહ્યાં હતા. એમએન્ડએમ 6.05 ટકા વધીને 529.75 પર બંધ રહ્યો હતા. હીરો મોટોકોર્પ 4.93 ટકા વધીને 2672.55 પર બંધ રહ્યો હતો. જોકે એક્સિસ બેન્ક, એચયુએલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 2.24 ટકા ઘટીને 423.55 પર બંધ રહ્યો હતો. એચયુએલ 0.85 ટકા ઘટીને 2152.20 પર બંધ રહ્યો હતો. 

USના ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટના ઉમેદવાર જોઈ બાઇડને જાહેરાત કરી છે કે જો તેઓ ચૂંટણી જીતશે તો તેઓ ભારતીય IT પ્રોફેશનલ્સ માટે અગત્યના જે H-1B વિઝાને રદ કર્યા છે તે પ્રતિબંધ હટાવી લેશે. IT સેક્ટરના સ્ટોક્સમાં આ અહેવાલોથી ઉછાળો નોંધાયો હતો. TCS અને Infosysમાં 3%નો ઉછાળો નોંધાયો હતો.

આ ઉછાળા માટે IT એન્ડ ઓટો સેક્ટર જવાબદાર છે. વૈશ્વિક બજારોમાં રસીના સફળ ટ્રાયલને પગલે આશાનો માહોલ છે

Leave a Response

error: Content is protected !!