રાજનીતિ

સાંસદોના પગારમાં 30 ટકાના કાપ પર કોંગ્રેસના દાંત ખાટ્ટા થયા, TMCને પણ મરચાં લાગ્યા

397views

કોરોના સંકટને પગલે  સોમવારે સાંસદોના પગારમાં 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય  સૌ કોઈએ આવકાર્યો છે. જો કે, સાંસદ ભંડોળને બે વર્ષ માટે સ્થગિત કરવા અંગે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે તેનાથી સંસદીય મત વિસ્તારોમાં વિકાસના કામોને નુકસાન થશે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે સરકારનો આ નિર્ણય દેશની કટોકટી તરફના પગલાનો પુરાવો છે. તેમણે કહ્યું કે સરકારે નિર્ણય પર ફરીથી વિચાર કરવો જોઇએ.

 

કોંગ્રેસના નેતાઓ પહેલાથી જ દાન નથી કરી રહ્યા ના ત્યારે આ કાપ પર પણ તેમને પેટમાં દુખી રહ્યું છે. આ સિવાય ટીએમસી પણ આ નિર્ણયથી ભડતી ઉઠી છે. તો આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અવળા નિવેદન આપી રહ્યા છે.

દેશ અને વિશ્વમાં મુશ્કેલી પણ કોંગ્રેસની ‘મગર રાજનીતિ’

દેશને જ્યારે જ્યારે એકતાની જરૂર હોય ત્યારે ત્યારે કોંગ્રેસ તેમાં રાજનીતિ કરે છે તેવા ઉદાહરણો જોવા મળ્યા છે. લોકડાઉન પર કોંગ્રેસ સરકારનો સતત વિરોધ કરી રહી છે જ્યારે ભારત સાખે કદમ મિલાવીને અમેરિકા, સિંગાપુર જેવા દેશ વખાણ કરી રહ્યા છે.

Leave a Response

error: Content is protected !!