રાજનીતિ

બસ,રીક્ષા અને વાનના ડ્રાઇવરોને બાળકોની સલામતી માટે જરૂરી પગલાં ભરવા આદેશ અપાયો.

120views

બાળકોએ દેશનું ભવિષ્ય છે. તેમની સુરક્ષા અને સલામતીની ચિંતા તેમના માતા-પિતાને તો હોય જ છે પરંતુ સરકાર પણ એટલી જ ચિંતિત હોઈ છે. અવાર-નવાર બનતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સ્કૂલવાન , રીક્ષા અને બસમાં બેઠેલા વિધાર્થીઓનો ભોગ વધુ લેવાય છે. જેમાં બેદરકારીના ઘણા પરિબળો જવાબદાર હોય છે. આ બધી ઘટનાઓને કાબુમાં લેવા રાજ્યસરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

જેમકે,

➡️સ્કૂલબસ ને પીળો રંગ કરેલો હોવો જોઈએ. તેમજ બસની આગળ અને પાછળ ના ભાગે સ્કૂલનું નામ મોટા અક્ષરે લખેલું હોવું જોઈએ.

➡️ડ્રાઇવરની માહિતી (નામ, સરનામું, લાઇસન્સ નમ્બર, ટેલિફોન નમ્બર ) અને શાળાનો નંબર બસની અંદર કે બહારની તરફ સ્પષ્ટપણે જોય શકાય તેમ લખાયેલો હોવો જોઈએ.

➡️બસમાં પડદા કે કાચ પર ફિલ્મ લગાવેલી ના હોવી જોઈએ.

➡️આપાતકાલીન દરવાજો તેમજ દરવાજા પર વિશ્વસનીય લોક હોવું જોઈએ.

➡️સ્કૂલબસમાં સ્પીડ ગવર્નર લગાવેલું હોવું જોઈએ. તેમજ બસની અંદર GPS અને CCTV ની વ્યવસ્થા કાર્યરત હોવી જોઈએ.

➡️સ્કૂલબસમાં પ્રાથમિક સારવાર પેટી અને પીવા માટેનું પાણી હોવું જોઈએ.

➡️બાળકોના સ્કૂલબેગને વ્યવસ્થિત મુકવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ.

➡️સ્કૂલબસમાં એલાર્મ કે મોટા અવાજવાળું ધ્વનિસંકેત સાધન હોવું જોઈએ જેથી, આપત્તિના સમયે ચેતવણી આપી શકાય.

શાળાના બાળકોની સલામતી માટે વાહનવ્યવહાર વિભાગ દ્વારા સૂચિત કરેલ અને મંજૂરી ધરાવતી બસ જ બાળકોની મુસાફરી માટે ઉપયોગ માં લઇ શકશે. તે સિવાયની મંજૂરી ન ધરાવતી બસ કે ભાડે લીધેલી બસમાં બાળકોને લઈ જવા માટે ઉપયોગ કરી શકાશે નહીં.

સ્કૂલવાન,રીક્ષા અને બસ અંગેના પગલાઓ ઉપરાંત આ વાહનને ચલાવવા માટે ડ્રાઇવરોએ પણ ચોક્કસ નિયમોનું પાલન કરવાનું રહે છે. જેમકે, સેવા અંગેના વાહન ચલાવવા માટે ડ્રાઇવરે ફોટો વાળો બેજ પહેરવો જરૂરી છે.

સરકાર નિર્ણયો લે તે પછી આ બધા નિર્ણયોનો અમલ જાગૃત નાગરિક બનીને આપણે કરશું તો જ બાળકો સલામત અને સુરક્ષિત રહેશે.

સ્કૂલ સંચાલકો અને વાન ડ્રાઇવરો સાથે મળીને આ મુહિમ ને સાર્થક બનાવે તે ખૂબ જરૂરી છે. અને બાળકોના માતા-પિતા ની પણ જવાબદારી બને છે કે સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ ચાલતી વાન /રીક્ષા/બસમાં જ બાળકોને શાળાએ મોકલે.

Sonali Mehta

( Voice of Gujarat )

Leave a Response

error: Content is protected !!