Corona Update

મહેસાણામાં અનોખો પ્રયોગ, ઝિંક અને વિટામીન સીની ટેબ્લેટથી ત્રણ પોઝિટિવ લોકો બન્યા કોરોના મુક્ત

2.02Kviews

મહેસાણા કોવિડ હોસ્પિટલમાં દાખલ 3 પોઝિટિવ દર્દીઓ માટે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બનાવતી વિટામીન -સી અને ઝીંક ટેબ્લેટની સારવારની સાથે કોરોના સામે લડવા મેડિકલ સ્ટાફ દ્વારા લગાવાયેલ હિંમતરૂપી મલમે તેમને નિરોગી બનાવી ઘર વાપસી કરાવી હોવાનું સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.મનિષ દેસાઇએ જણાવ્યું હતું. મેડિકલ ઓફિસર ડૉ.મનિષ દેસાઇ અને ડૉ. સંજય પટેલે કોરોના પોઝિટિવ આવેલા ડૉ.પરમાર અને આશાવર્કર આશાબેનનું સેમ્પલ એકઝામિનેશન કર્યું હતું.

મેડિકલ ઓફિસર ડૉ. મનિષ દેસાઇએ કહ્યું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી તેની સારવાર શક્ય છે. રાહતની વાત એ હતી કે, બંને દર્દીઓમાં કોવિડના ગંભીર લક્ષણો ન હતા. આશાબેનને ગળામાં બળવાની ફરિયાદ હોઇ તેમને એજીથ્રોમાઇસીન અપાઇ હતી. સાથે બંને દર્દીઓને વીટામીન સી અને ઝીંકની ટેબ્લેટની સારવાર અપાઇ હતી. હોસ્પિટલમાં પોઝિટિવ દર્દી આવી રહ્યાની જાણ થતાં જ મેડિકલ સ્ટાફમાં છુપો ડર હતો, પરંતુ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની ભાવના પણ હતી અને 11 દિવસની સારવાર બાદ જ્યારે ત્રણે દર્દીઓની ઘરવાપસી થઇ ત્યારે તમામ સ્ટાફના ચહેરા પર કોરોનાને હરાવ્યાની એક ખુશી જોવા મળી હતી.

ડૉ.મનિષ દેસાઇએ કહ્યું કે, દાખલ થયાના પ્રથમ દિવસે ત્રણે દર્દીઓ નર્વસ હતા, પરંતુ સિવિલ સર્જન ડૉ.હર્ષદ પરમાર, મેડિકલ સ્ટાફે ખડેપગે રહી રૂબરૂ તેમજ ફોન દ્વારા તેમની હિંમત વધારવાનો પ્રયાસ એજ મોટી સારવાર હતી. જાણીને નવાઇ લાગશે કે, પોઝિટિવ દર્દીઓની સારવારમાં રોકાયેલા એકપણ કર્મચારીએ રજા લીધી નથી.

કોવિડ હોસ્પિટલમાં ઓપીડી ચલાવતા ડૉ.મનિષ દેસાઇએ કહ્યું કે, અત્યાર સુધીમાં કોરોના શંકાસ્પદ 150 જેટલા દર્દીઓની સારવાર કરી છે,ત્યારે મોટાભાગના કોરોના સંક્રમિત હોવાનો ભય ધરાવતા હતા. તમામ માટે 15 મિનિટથી વધુ કાઉન્સેલિંગ કરી માનસિક રીતે મજબૂત કરી કોરોનાથી ભયમુક્ત કરવા જરૂરી બન્યું છે.ભયમુક્ત વાતાવરણથી ખુશી મળે છે.

Leave a Response

error: Content is protected !!