વિકાસની વાત

શું છે સરકારની નવી યોજના???

119views

‘@Deep sea Discharge pipeline’ પ્રોજેક્ટ

અમદાવાદ વડોદરા અને જેતપુર ખાતે ઔદ્યોગિક શુદ્ધિકરણ કરાયેલા પાણીના નિકાલ માટે ‘Deep sea Discharge pipeline’ પ્રોજેક્ટનું આયોજન રાજ્યસરકારે કર્યું છે. રૂ.2275 ખર્ચ આકાર લેનાર આ પ્રકારની ભારતની આ સૌ પ્રથમ યોજના છે. આ પ્રોજેક્ટનો મહત્તમ લાભ લઘુ ઉદ્યોગોને થશે. આ સૂચિત પાઇપલાઇનથી રૂ.34000 કરોડનું નવું ઔદ્યોગિક મૂડી રોકાણ અને પાંચ લાખ સીધી રોજગારીની તકની સંભાવના ઊભી થશે.

સરસ્વતી સાધના યોજના

સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9મા અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની 21,000 દીકરીઓ અને વિકસિત જાતિની અંદાજે 1.60 લાખ દિકરીઓને રાજ્ય સરકાર વીના મુલ્યે સાયકલ આપશે. સગવડનાં અભાવે દિકરીઓનું ભણતર અટકે નહીં તેવો હેતુ આ યોજના પાછળ છે.

ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના દ્વારા ભ્રસ્ટાચાર પર થયો પ્રહાર

આપની રાજ્ય સરકાર પારદર્શિતા સુનિશ્ચિત કરી રહી છે.વર્ષ 2019-20 માં ગુજરાત સરકારની 255 કલ્યાણકારી યોજનાઓ હેઠળ રૂ. 5591 કરોડના લાભ 3 કરોડથી વધુ લાભાર્થીઓને સીધા તેમના બેંક ખાતામાં નાણાં ચૂકવાયા હતાં.

Leave a Response

error: Content is protected !!