Corona Update

“મૌલાનાએ અમારી માહિતી આપવાની ના પાડી” સુરતના રાંદેરના રહીશોની પાલિકા સામે દાદાગીરી,

ફોટો પ્રતિકારાત્મક છે.
557views
  • પાલિકા ટીમને રાંદેર-ગોરાટના રહીશો કહે છે મૌલાનાએ માહિતી આપવા ના કહ્યું છે
  • 22માંથી 7 કેસ રાંદેર-ગોરાટના છતાં સ્થાનિક રહીશોનો સરવેનો વિરોધ
  • પાલિકાએ અપીલ કરી કહ્યું કે રહીશો સરવેમાં પાલિકાને મદદ કરે નહીંતર આ વિસ્તારમાં સ્થિતિ હજુ બગડશે

વિશ્વ આખુ કોરોના સામા લડે છે ત્યારે ગુજરાત અને દેશ અમુક જમાત સામે લડે છે. ભારતમાં અત્યાર સુધી કોરોના કાબુમાં આવી ગયો હોત પણ  આ તબલીગી જમાતીયાઓએ માહોલ બગાડ્યો. આટલું ઓછું હોય તેમ આ લોકો પાલિકાની ટિમને પણ સપોર્ટ કરતા નથી.

બુધવારે સવારે પાલિકાની ટીમ આ વિસ્તારમાં ડોર ટુ ડોર હોમ સરવેલન્સ માટે ગઇ હતી. જો કે રહીશોએ સરવેનો વિરોધ કરતાં પાલિકાની ટીમ મુંઝવણમાં મુકાઇ ગઇ હતી.
આ વિસ્તારમાં જે સાત કેસ પોઝિટિવ આવ્યા છે તે તમામ લઘુમતી સમાજના છે. એટલું જ નહીં આ વિસ્તારમાં એક જ સમાજની જ સૌથી વધુ વસ્તી છે ત્યારે સરવેમાં સહકાર આપવાના બદલે રહીશો પાલિકાની ટીમને ભગાડી રહી હોવાની ફરિયાદ ઉઠે છે. પાલિકાની ડોર ટુ ડોર હોમ સરવેલન્સની ટીમ સરવેમાં જાય ત્યારે કેટલાક રહીશો એમ કહે છે કે અમારા વડીલો તેમજ અમારા મૌલાનાએ વિગત આપવાની ના પાડી છે. જ્યારે કેટલાક તો વારંવાર કેમ સરવે કરવા આવો છો એમ કહી પાલિકાની ટીમ સાથે અભદ્ર વર્તન કરે છે.

ફૈઝ અપાર્ટમેન્ટના લોકો પાલિકાને સર્વ કરવા દેતા નથી 

બુધવારે આ વિસ્તારમાં વિવિધ એપાર્ટમેન્ટના પ્રમુખો તથા આગેવાનોને બોલાવીને રહીશોને સમજાવતા આખરે 31 હજાર લોકોનો સરવે થતાં 38 જણાને શરદી-ખાંસીના કેસ જોવા મળ્યા હતા. મંગળવારે ગોરાટ રોડ પર આવેલી મેરુ લક્ષ્મી સોસાયટીમાં રહેતા 67 વર્ષિય ઝુબેદા અબ્દુલ સત્તાર પટેલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી બુધવારે પાલિકાની ટીમ અહીં આવેલા ફૈઝ એપાર્ટમેન્ટમાં શરદી, ખાંસી, તાવનો હોમ ટુ હોમ સરવે શરૂ કર્યો હતો. પરંતુ ફૈઝ એપાર્ટમેન્ટ ના રહીશોએ સરવેનો વિરોધ કરી પરિવારના કોઇ સભ્યની સ્વાસ્થ્ય અંગેની માહિતી આપી ન હતી. પાલિકા દ્વારા રહીશોને સમજાવવા છતાં તેમની એક માનવામાં આવી ન હતી.

Leave a Response

error: Content is protected !!