રાજનીતિ

પ્રધાનમંત્રી આવાસ યોજનાના સફળતાના ચાર વર્ષ, 2020માં જ એક કરોડ આવાસનું લક્ષ્ય પૂર્ણ થશે

106views

2014માં કેન્દ્રમાં મોદી સરકારના ગઠન બાદ શહેરી વિસ્તારમાં રહેતા મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોનું જીવનધોરણ ઉંચું લાવવા અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી, કાયાકલ્પ અને શહેરી બદલાવ માટે અટલ મિશન- અમૃત યોજના અને સ્માર્ટ સીટી મિશનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ચાર વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ થયાં છે. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે ટ્વીટ કરીને  માહિતી આપી હતી.

PMAY – URBAN, 2014 થી 2019માં 26 લાખ આવાસ ફાળવાયા  

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત અત્યાર સુધીમાં 81 લાખથી વધુ આવાસોની મંજૂરી અપાઈ ચુકી છે. આમાં જુદા જુદા ચરણોમાં 48 લાખ આવાસોનું નિર્માણ પૂર્ણ થઇ ચુક્યું છે, જેમાંથી 26 લાખ આવાસો ફાળવી દેવામાં આવ્યાં છે. 13 લાખ ઘરોનું નિર્માણ નવી આધુનિક પદ્ધતિથી થઇ રહ્યું છે. 26 લાખ ઘરોમાં મોટા મહિલાઓનાં નામે ફાળવાયા છે.

2020માં જ પૂર્ણ થશે 1 કરોડ આવાસોનું લક્ષ્ય

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીનાં ચાર વર્ષ પૂર્ણ થતાં પત્રકાર પરિષદને સંબોધતા આવાસ અને શહેરી વિકાસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત 2015 થી 2022 સુધીમાં સરકારે શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસોના નિર્માણનું લક્ષ્ય રાખ્યું હતું. પણ આવાસની નિર્માણની ગતિ જોતા સરકાર આ લક્ષ્ય 2020માં જ પ્રાપ્ત કરશે.

PMAY – URBAN માં કેટલી સબસીડી અપાઈ?

પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીમાં રૂ.6 લાખ રૂપિયા સુધીની આવાસ લોનમાં 6.5%, રૂ.9 લાખ રૂપિયા સુધીની આવાસ લોનમાં 4% અને રૂ.12 લાખ સુધીની આવાસ લોનમાં 4% સબસીડી મળે છે. CLSS- ક્રેડીટ લિંક સબસીડી સ્કીમ અંતર્ગત અત્યાર સુધીમાં 6.32 લાખ લોકોને સબસીડી આપવામાં આવી છે. (સ્રોત : PIB)

Leave a Response

error: Content is protected !!