રાજનીતિ

સુરતની સુમૂલ ડેરીની રાજનીતિમાં મોટો ધડાકો, ખેડૂત સમાજના આગેવાન જયેશ પટેલ ભાજપમાં જોડાયા

681views

દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ   આજે ભાજપમાં જોડાયા. તેઓ ઓલપાડના વતની અને સહકારી આગેવાન છે. સુમુલ ડેરીમાં છેલ્લા 20 વર્ષથી ડિરેક્ટર છે. ઓલપાડ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે.  જયેશ પટેલના ભાજપના જોડાવા પર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે સ્થાનિક સહકારી આગેવાનોની ઈચ્છા હતી કે  જયેશભાઈ ભાજપમાં જોડાય. તેઓ પહેલેથી ભાજપની પેનલ સાથે જોડાયેલા છે. ચૂંટણીમાં અમારી જીત નિશ્ચિત જ છે. પણ આ જીત સંઘર્ષ વગર થાય તે જરૂરી છે. આદિવાસી પશુપાલકોના ભલા માટે જયેશભાઈનો સાથ સહકાર મળ્યો છે. 

ભાજપના માનસિંહ પટેલે સમર્થન આપનાર જયેશ પટેલ અને વસંત પટેલ ભાજપનો ખેસ પહેર્યો

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે ડેરીની ચૂંટણીમાં ભાજપનો વિજય નક્કી છે. જયેશ પટેલ ખેડૂત સમાજના આગેવાન છે. જયેશ પટેલ વર્ષોથી ભાજપની પેનલ સાથે જોડાયેલા છે. વધુ તાકાત સાથે વધુ સાર કામ થાય એવી આશા છે. રાજુ પાઠક જ જીતશે। તો વધુમાં તેમણે કહ્યુ કે ભાજપમાં કોઈ જૂથ નહિ ભાજપના જ લોકો ચૂંટણી લડે છે

નવસારીના સાંસદ સી.આર. પાટીલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભાજપ સામે પડેલા આગેવાનોના ઓપરેશન શરૂ કર્યા છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ એન.પટેલ(દેલાડ) કમલમ ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના મુદ્દે ભાજપને ઘેરી રહ્યા હતા સાથો સાથ સુમુલ ડેરીની ચૂંટણીમાં પણ જયેશ દેલાડ ભાજપને નડી શકે તેમ હતા. ભૂતકાળમાં સુમુલ ડેરીના ચેરમેન, અને પુરષોત્તમ ફાર્મર્સ જિન સહકારી મંડળીના પ્રમુખ સહિત અનેક સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા જયેશ દેલાડને ભાજપમાં જોડવા ભાજપના બંને જૂથો ગણપત વસાવા, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, સુમુલના ચેરમેન રાજુ પાઠક, જિલ્લા ભાજપના મહામંત્રી સંદીપ દેસાઈ, મહેશ વસાવા સહિતના આગેવાનોએ પ્રયાસ કર્યા હતા

Leave a Response

error: Content is protected !!