Corona Updateરાજનીતિ

સુનિતા યાદવ પાસેથી ખાખીની ખુમારી નહિ પણ ફેમશ થવા માટે કેમ ગતકડા કરવા એ શીખવું જોઈએ

7.13Kviews

દરેક ઘટનાના બે પહેલું હોય છે. હાલ સુનિતાબહેન યાદવ મુદ્દે સોશિયલ મીડિયામાં અનેક તર્ક ચાલે છે. સોશિયલ મીડિયામાં જે ઓડિયો ક્લિપ અને વિડીયો ક્લીપ વાઈરલ થઈ તેમાંથી સુનિતાબહેન યાદવે બોલેલા અપશબ્દો કોઈએ નોંધ્યા નહિ. ખાખીની ખુમારીમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે કોઈ કાયદોભંગ કરે તો આવા અપશબ્દો કહેવાના. જો કરફ્યુ ભંગ કર્યો હોય કે માસ્ક ના પહેર્યો હોય તો નિયમ મુજબ તેનો દંડ છે તે મુજબ કરી શકાય.

પોલીસનું કામ લોકોને ડરાવવાનું માત્ર નથી પણ લોકોને સાચા રસ્તે લઈ જવાનું છે. પોલીસની ખાખીની ખુમારીની લોકો મિશાલ આપે છે. પોલીસ દિવસ રાત દેશ માટે સેવા કરે છે તેનું ઋણ કોઈ ક્યારેય ના ચુકવી શકે. પણ સુનિતાબહેને જે કર્યુ તેને ખાખીની ખુમારી ના કહી શકાય.

આખી વિડીયો ક્લિપ સાંભળીએ તો ખ્યાલ આવે છે કે મંત્રીપુત્રના નામે બહેન જોરદાર તમાશો કરવા ઈચ્છતા હતા. દરેક કાયદાના ભંગ કર્યો હો

  • સુનિતા યાદવને રાતોરાત દીપિકા પદુકોણ બનવું હતું, ઈરાદો પાર પડ્યો
  • મંત્રીપુત્ર અને તેનાં મિત્રોનાં નામે જાણે મેડમને તમાશો જ કરવો હોય એવું વિડીયો પરથી લાગે છે
  • સુનિતા યાદવનું વર્તન માત્ર મંત્રીપુત્ર અને તેનાં મિત્રો સાથે જ નહિ પરંતુ પોતાનાં ઉપરી અધિકારીઓ સાથે પણ બિલકુલ યોગ્ય ન હતું, તેમની વાતચિતમાં જબરી તુમાખી છે
  • ખુદ મેડમ જ તેમને સોંપાયેલી ડ્યૂટી કરવા ને બદલે સીનસપાટા કરવામાં વ્યસ્ત હતાં: ધરાહાર તેઓ વિવાદ અને ડખ્ખો ઇચ્છતા હતા

સુરતમાં મંત્રી કુમાર કાનાણીનાં પુત્ર અને સુનિતા યાદવ વચ્ચેની ચકમકનો વિડીયો અને અનેક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ રહી છે. સ્વાભાવિક રીતે જ આપણે ત્યાં પોલિટિશિયન્સ હંમેશા સોફ્ટ ટાર્ગેટ હોય છે. એટલે કેટલાંક લોકો મેડમ સુનિતાને જાણે નાયિકા બનાવી રહ્યા છે. પરંતુ ઓડિયો સાંભળતા, વિડીયો જોતા આ ઘટનામાં સાત-આઠ અલગ મુદ્દા પણ વિચારવા જેવા છે:

1) મંત્રી કુમાર કાનાણીનાં પુત્રએ અને તેનાં મિત્રોએ ક્યાંય અસભ્યતા કરી હોય એવું લાગતું નથી. ઊલટું… મંત્રીપુત્ર અને તેનો મિત્ર સતત વિવેકપૂર્વક વાત કરે છે અને મેડમને સતત જોર ચડતું જાય છે. વારેવારે મેડમ લાઠી ઉગામે છે.

2) મેડમને જાણે Scene જ ક્રિએટ કરવો હોય, તમાશો જ કરવો હોય એવું ફલિત થઈ રહ્યું છે. વિડીયોમાં તેઓ મંત્રીપુત્રની રીતસર ઉશ્કેરણી કરી રહ્યા છે.

3) એમણે રાતોરાત છવાઈ જવાનાં ઈરાદાથી જ વિડીયો બનાવ્યો છે, એ સ્વયંસ્પષ્ટ છે. કાર્યવાહી જ કરવી હોય તો સીધો દંડ કરવો જોઈતો હતો અને દંડ ભરવા તેઓ ઈન્કાર કરે તો કાયદા મુજબ કાર્યવાહી કરવાની હતી.

4) સુનિતાબહેને મંત્રીપુત્ર અને તેનાં મિત્રો સાથે જે ભાષામાં વાત કરી એ ભાષા અને એ ટૉન બિલકુલ ઉચિત ન હતા. આટલો તોર? આટલો ગુસ્સો? એમણે કરફ્યુનો ભંગ કર્યો હતો, મર્ડર નહોતું કર્યું.

5) કાયદાપાલનની ઊંચી ઊંચી ગુલબાંગો ફૂંકતા સુનિતાબેન પોતે જ ડ્યૂટી બરાબર નિભાવી રહ્યા ન હતા. ઉપરી અધિકારીઓએ તેમને કારખાનાં ચાલું ન રહે એ જોવાની જવાબદારી સોંપેલી, બહેન રોડ પર સીનસપાટા કરવા પહોંચી ગયા હતાં.

6) મંત્રીપુત્ર સાથે તો સુનિતાએ બેફામ ભાષા વાપરી જ… પણ, તેનાં ઉપરી અધિકારી સાથે પણ આ બહેનની ભાષા બિલકુલ વાજબી ન હતી. અધિકારીઓ સાથેની વાતચિતનું રેકોર્ડિંગ કરવું, તે રેકોર્ડિંગ વાઇરલ કરવું… આ બધું કોઈ સંજોગોમાં સ્વીકાર્ય નથી.

7) સુનિતાબેન ચેસ પ્લેયર છે, તેમણે નાયિકા બનવાનાં સોગઠાં બરાબર ગોઠવ્યા. શતરંજ અદ્ભૂત બિછાવી. વિક્ટિમ કાર્ડ રમવાની આ ટેક્નિક નવી નથી. પણ, સોશિયલ મીડિયાની અદાલતમાં મામલો લઈ જઈ ને સહાનુભૂતિ મેળવવાની તરકીબ તાજેતરમાં જ શોધાઈ છે.

Leave a Response

error: Content is protected !!