રાજનીતિ

એમ્ફાનની આફત : ભારતના દક્ષિણ-પુર્વ રાજ્યો હાઈ એલર્ટ, મોદી સરકાર અસરકારક પ્લાન સાથે તૈયાર

783views

સુપર સાયક્લોન મંગળવારે બંગાળની ખાડીના દક્ષિણ અને મધ્ય ભાગમાં પહોંચી ગયું હતું. બુધવાર બપોર પછી તે બંગાળ અને બાંગ્લાદેશની વચ્ચે સુદરવન પાસેના કિનારે 155થી 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ટકરાશે. આ દરમિયાન દરિયા કિનારે 185 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાશે. ઓરિસ્સા અને બંગાળની ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા ઉપરાંત સિક્કિમ અને મેઘાલયમાં પણ એલર્ટ અપાયું છે.

  • PM મોદીએ પહેલા જ તાત્કાલિક બેઠક બોલાવી ચર્ચા કરી હતી
  • આજે ફરી કેબિનેટ બેઠક બોલાનીને એમ્ફાન વિશે એક્શન પ્લાન બનાવ્યો
  • ઓરિસ્સામાં 1,704 કેમ્પ બનાવવામાં આવ્યા
  • ઓરિસ્સામાં 2,000થી વધુ મકાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જરૂરિયાત મુજબ દરિયાકાંઠાના લોકોને રાખવામાં આવશે.
  • આજે 4.30 વાગ્યે વાવાઝોડુ બંગાળના દરિયા કિનારે ટકરાશે

ઓરિસ્સાના ભદ્રક સહિત ઘણી જગ્યાએ ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. બુધવાર સવાર સુધી ઓરિસ્સાના 13 જિલ્લામાંથી 1 લાખ 19 હજાર 75 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. 1704 રાહત છાવણી બનાવાઈ છે. સૌથી વધારે 32 હજાર 60 લોકો કેંદ્રાપારાથી ખસેડાયા છે. ભદ્રકથી 26 હજાર 174 અને બાલાસોરથી 23 હજાર 142 લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા છે.

સુપર સાયક્લોન ઈમ્ફાનની અસર શરૂ
સુપર સાયક્લોન ઈમ્ફાન આવતાની સાથે તેની અસર શરૂ થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળના દિધામાં મંગળવારે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. કોલકતામાં પણ ભારે પવન સાથે વરસાદ થયો હતો

.ઓરિસ્સાના 6 અને બંગાળના 7 જિલ્લામાં અસર
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાની ઓરિસ્સાના 6 જિલ્લા કેંદ્રાપાડા, ભદ્રક, બાલાસોર, મયૂરભંગ, જાજપુર અને જગતસિંહપુરમાં સૌથી વધારે અસર થઈ શકે છે. બંગાળના જિલ્લા પૂર્વી મિદનાપોર, 24 દક્ષિણ અને ઉત્તરી પરગના ઉપરાંત હાવડા, હુગલી, પશ્ચિમ મિદનાપુર અને કોલકતા ઉપર તેની અસર થશે.

ઓરિસ્સામાં 1,704 કેમ્પ બનાવવામાં આવ્યા:

માહિતી મુજબ તોફાનના જોખમને જોતા ઓરિસ્સામાં 1,704 કેમ્પ બનાવવામાં આવ્યા છે. સાથે જ 1,19,075 લોકોને દરિયાકિનારા વિસ્તારમાંથી દૂર કરી લેવામાં આવ્યા છે. કેમ્પ્સ સિવાય ઓરિસ્સામાં 2,000થી વધુ મકાન તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં જરૂરિયાત મુજબ દરિયાકાંઠાના લોકોને રાખવામાં આવશે. આ પહેલા ભારતીય હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના માછીમારોને 20મી મે સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી જારી કરી છે. માહિતી મુજબ ઓરિસ્સામાં સવારે લગભગ 4.30 વાગ્યે અમુક વિસ્તારોમાં 82 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો.

Leave a Response

error: Content is protected !!