Corona Update

‘વડીલોની પડખે અમદાવાદ’ : વડિલોને બચાવવા માટે યુવાનો જાગો,ટીક-ટોક વિડીયો બનાવો AMC બિરદાવશે

235views

મ્યુનિસિપલ કોર્પોરેશને વડીલોની પડખે અમદાવાદ નામનું અભિયાન શરૂ કર્યું છે. વધતા જતા કોરોનાના કેસોને લઈને દર્દીઓની સંખ્યામાં સિનિયર સિટિઝન વધુ અસરકર્તા છે. કોરોના રોગ કિડની, બ્લડપ્રેશર કે અન્ય કોઈ બીમારી ધરાવનાર વૃદ્ધોને વધુ લાગે છે.  ત્યારે AMC દ્વારા વૃદ્ધોને સાચવવા માટે ટિકટોક પર વીડિયો બનાવીને શેર કરનારની કામગીરીને બરદાવવાની યોજના મૂકી છે.

આજે આ અંગે AMC કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે, તમામ યુવાનોને હું વિનંતી કરું છું કે, જે વડીલોએ આપણને સાચવ્યા છે તે વડીલોને આપણને સાચવવાનો વારો આવ્યો છે. સૌ યુવાનો વડીલોની સાચવણી કરે તે જરૂરી છે. જેને લઈને તમામ યુવાનો આ બાબતે સોશિયલ મીડિયામાં જાગૃતિ માટે વીડિયો બનાવીને પણ શેર કરી શકે છે. જે યુવાનો સૌથી સારો વીડિયો બનાવશે તેને હું લોકડાઉન પુરુ થયા પછી રૂબરૂ મળીશ અને તેમની કામગીરી બિરદાવીશ. આપણે મક્ક્મતાથી નિર્ણય લઈએ કે આપણા વડીલોને આ વાઇરસ પરેશાન કરે તેવો સમય આપણે ન આવવા દઈએ. મે મહિનાના અંત સુધી કોઈ પણ વડીલોને ઘર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા વિનંતી છે.
AMC કમિશનર વિજય નેહરાએ જણાવ્યું છે કે, અત્યાર સુધી કોરોનાના મૃત્યુમાં પણ એવા લોકો નોંધાયા છે કે જેઓને અગાઉ કોઈને કોઈ બીમારી હતી. 17 એપ્રિલે 600 કોરોનાના કેસો હતા જે 20 એપ્રિલે વધીને 1200 થઇ ગયા છે. દર ત્રીજા દિવસે કેસો ડબલ થઇ રહ્યા હતા. કેસના ડબલ રેટ પ્રમાણે 15 મે સુધીમાં 50 હજાર કેસો થશે. અમદાવાદમાં જે ચાર દિવસમાં કેસ બમણાં થાય છે તેના ઉપર કાબુ મેળવીને સાત આઠ દિવસ સુધી ખેંચી શકાય તેવા પ્રયાસ અમે કર્યા છે. જેથી કેસ ડબલિંગ આઠ દિવસ સુધી થશે. 15 મે સુધી થતા 50 હજાર કેસોમાં ઘટાડો થશે. ત્રીજી તારીખે જે કેસ ડબલિંગ રેટ હશે તેના ઉપર કેસ વધારાને આધાર છે. ત્રીજી તારીખ સુધી જેટલો કેસ ડબલિંગ રેટ ઓછો કરી શકીએ તેટલો કરવાનો છે. લોકોએ સાવધાન રહેવું પડશે નહીં તો કેસો વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Leave a Response

error: Content is protected !!