રાજનીતિ

દેશભરને કોરોના મામલે સુપ્રીમ કોર્ટે આપી સલાહ,ગુજરાત મોડેલની કરી વાહવાહી !

851views

રૂપાણી સરકાર પોતાના કાર્ય માટે ગુજરાતમાં અવારનવાર ચર્ચામાં રહે છે એ પણ સારા કામો માટે પણ હવે તો દેશભરમાં રૂપાણી સરકારના ડંકા વાગી રહ્યા છે અને કેમ ન હોય રૂપાણી સરકારના વખાણ સુપ્રીમ કોર્ટે કર્યા છે.કોરોના મુદ્દે સુપ્રીમ કોર્ટ સતત પરિસ્થિતિ પર નઝર રાખી રહી છે ત્યારે હવે સુપ્રીમ કોર્ટે ગુજરાતના મોડલના વખાણ કરતા બીજા રાજ્યોને પણ ગુજરાત મોડેલને અનુસરવા સલાહ આપતા કહ્યું કે,“અમે નથી ઇચ્છતા કે કોરોના પીડિતોની સારવાર મફત થાય, પરંતુ લોકો માટે સ્વાસ્થ્ય સેવા અને સારવાર સુલભ તો હોવી જોઇએ. તમે સર્વશ્રેષ્ઠ, સુલભ સરલ મૉડલ નક્કી કરી લો. કોઇ રાજ્યમાં જો સફળ મૉડલ દેખાઇ રહ્યું છે તો તેને પણ સામેલ કરવતા સમગ્ર ગાઇડલાઇન બનાવી શકાય છે.

સુપ્રીમ કોર્ટેવધુમાં જણાવ્યું કે કોરોનાની સારવારનો ખર્ચ વધારે ન હોવો જોઈએ કે વાતે અમે સહમત છીએ. દરેક રાજ્યનો ખર્ચ અને મોડલ અલગ અલગ છે પરંતુ ગુજરાત મોડલ વધારે સારું છે.આ મહામારીમાં તમામ લોકો સેવા કરીને બીજાનો જીવ બચાવવાના પ્રયાસ કરે તેવી અપીલ કરી છે.

આમ ગુજરાત મોડેલ બીજા રાજ્યોને પ્રેરિત કરવામાં મદદ કરશે અને કરે જ ને ગુજરાત મોડેલ ખરેખર ખુબ સારું છે.

Leave a Response

error: Content is protected !!