રાજનીતિ

કોંગ્રેસના જુઠ્ઠાણાંનો અંત: રાફેલ ડિલ મામલે સુપ્રીમ કોર્ટે ફગાવી પુનઃ વિચારણા અરજી

107views

લોકસભા ચૂંટણી સમયે કોંગ્રેસે જે મુદાઓ પર  દેશની જનતા ગેરમાર્ગે દોરીવાનું કામ કર્યું હતું એ હતો રાફેલ વિમાન ખરીદવાની પ્રક્રિયાને લઇને ભ્રષ્ટાચારનો આરોપ. આ સાથે કોંગ્રેસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રફેલ ડીલને લઇને અનેક પ્રકારના જુઠ્ઠાણા ફેલાવ્યા હતા જે સાચા હોય તેનો કોઈ કાંઈ બગાડી ના શકે એ સુપ્રીમ કોર્ટમાં જોવા મળ્યું.

ઉલ્લેખનીય છે કે રાફેલ ડિલ મામલે 2018ના આદેશ પર વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ સહિત અન્ય લોકો તરફથી કરવામાં આવેલ પુનઃ વિચારણા અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ફ્રાંસ સાથે રાફેલ વિમાન ખરીદવાની પ્રક્રિયાને લઇને બે જનહિત અરજી દાખલ કરાઇ હતી. જેમાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવામાં આવ્યો હતો. ત્યારે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે રાફેલ કેસમાં દાખલ તમામ પુનર્વિચાર અરજીઓને ફગાવી દીધી છે.

 

ત્યારે સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પરથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ દ્વારા મોદી સરકાર ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો તદ્દન ખોટા છે અને કોંગ્રેસે આ મુદ્દાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો.ફરી એકવાર કોંગ્રેસને ‘મુંહ કી ખાવી પડી છે’ ત્યારે એક વિચાર આવે કે આટ આટલીવાર નાક કપાઈ છે છતાં કોંગ્રેસ પાર્ટી કયારે સમજદાર થશે.

Leave a Response

error: Content is protected !!