વિકાસની વાત

શોર્ટ સર્કિટથી સુરતના ટ્યુશન ક્લાસમાં આગ ભભુકી..19 વિદ્યાર્થીઓના કરુણ મોત.. અધિકારીઓ પર મુખ્યમંત્રીની તવાઈ

195views

સુરતમાં શુક્રવારે સાંજે કરૂણામય ઘટના બની.  તક્ષશિલા અપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક આગ ભભુકી ઉઠી. આગ લાગી ત્યારે ક્લાસમાં 40 વિદ્યાર્થીઓ હાજર  હતા. આગે ધીરે ધીરે ભીષણ સ્વરૂપ ધારણ કર્યુ ઘટના સ્થળે તુરંત 15 ફાયર બ્રિગેટ હાજર થયા પણ તે પહેલા જ 16 જેટલા વિદ્યાર્થી આગમાં ભડથુ થયા. અર્પાટમેન્ટમાં બીજી કોઈ જગ્યા ન મળતા વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે રીત સરના ચોથા માળેથી નીચે કૂદકા માર્યા હતા. આ અંગેના દ્રશ્યો વિચલિત કરે તેવા છે.

સ્થાનિય લોકોની મદદથી ઘણા  વિદ્યાર્થીઓને બચાવી શકાયા હતા.ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્કૂય ઓપરેશન હાથ ધર્યુ હતું. ઇજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોતાના વહાલસોયા બાળકોને ખોવાથી વાલીઓમાં દુખ અને રોષની લાગણી ફેલાઈ છે. ટ્યુશન ક્લાસના માલિકો પર અનેક સવાલો ઉઠ્યા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ શ્રી મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે અને ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે.તો વધુમાં આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.

મોટા ભાગના ટ્યુશન ક્લાસિસ બ્લિડીંગ અને કોમપ્લેક્ષમાં આવેલા છે ત્યારે રાજ્યભરમાં ચિંતા ઉદ્દભવી છે. ટ્યુશન ક્લાસ માટે ખાસ કાયદાઓ પણ બનાવવામાં આવેલા છે પણ વધુ પૈસા કમાવવાની લાલચમાં ટ્યુશન ક્લાસના માલિકો મનમોજી કરે છે અને ગેરકાયદેસર ક્લાસ ચલાવે છે. પરિણામે નિર્દોષ બાળકો ભોગ બને છે.

error: Content is protected !!