રાજનીતિ

આ છે સુનિતા યાદવની હકિકત, મીડિયા સામે દાદાગીરી કરી, તો તેમના પિતાની કારમાં પોલીસનું બોર્ડ માર્યુ

6.75Kviews

સુરતની મહિલા કોન્સેન્બલ સુનિતા યાદવ મામલે છેલ્લા થોડા દિવસોથી અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. ઘણા લોકોએ અને મીડિયાએ સુનિતા યાદવને સિંઘમ અને મર્દાનીનું ઉપનામ આપ્યુ છે. પણ આજે સુનિતા યાદવની બીજી બાજુ દેખાઈ છે. સુનિતા યાદવે મીડિયા સાથે દાદાગીરીભર્યુ વર્તન કર્યુ છે. જાહેરમાં મીડી.યા કર્મી સાથે ઉંચા અવાજે વાત કરી જાણે કે તે કોઈ મોટી પોસ્ટ પર હોય તેવી રીતે ખિજાઈ ગયા હતા. સામે મિડીયાના કર્મીઓએ કહ્યુ હતુ કે પહેલા અવાજ નીચો રાખો.

તો વધુમાં કાયદો શિખવનારે જ કાયદો તોડ્યો છે. સોશિયલ મીડિયામાં એક ફોટો વાઈરલ થયો છે જેમાં સુનિતાની પિતાના કારમાં પોલીસનું બોર્ડ મારેલુ છે. હવે મહત્વનું છે કે કુમાર કાનાણીના પુત્ર જે કાર લઈને આવ્યો હતો તે કારમાંથી તેમને MLAનું બોર્ડ ઉતરાવ્યુ હતુ.

સુનિતા યાદવની આવી દાદાગીરી જોઈને સોશિયસ મીડિયામાં લોકોનો ગુસ્સો ફુટી નિકળ્યો છે.

મિડીયા સાથે આવું વર્તન કરવું ટલા અંશે યોગ્ય છે ? આ જોતા દલપતરામનું એક કાવ્ય યાદ આવે છે કે “અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે 

Leave a Response

error: Content is protected !!