Corona Update

સુરતના ડિંડોલીમાં દુઃખદ ઘટના, રાષ્ટ્રરક્ષકો પર પથ્થરમારો, બે પોલીસ જવાન ઘવાયા.

National
244views

સુરતના ડિંડોલીમાં દુઃખદ ઘટના બની છે. લોકડાઉનનું પાલન કરાવી રહેલાં પોલીસ જવાનો પર લોકોએ પથ્થરમારો કર્યો છે. લોકડાઉન વચ્ચે લોકો રસ્તા પર નીકળી પડતાં પોલીસ જવાનોએ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી હતી. પરંતુ લોકોએ જીદ્દ પકડી પોલીસ સામે રકઝક કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. લોકોના ટોળાએ પોલીસ જવાનો પર પથ્થરમારો કરતાં પોલીસ જવાનો ઘવાયા છે.

એક કલાક ઘર્ષણ બાદ મામલો શાંત, મોટો પોલીસનો કાફલો તૈનાત

ડિંડોલી ઠાકોર નગરમાં શાકભાજી લેવા નીકળેલા 4-5 જણાને PCR વાન ના પોલીસ કર્મચારીઓએ ઉભા રાખી દંડાવાળી કરતા મામલો ભડક્યો હતો. આજુબાજુની સોસાયટીના રોષે ભરાયેલા લોકો રાહદારીઓની મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કરતા સામ સામે થઈ ગયા હતા. જેને લઈ રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યો બનેલી ઘટના બાદ ઘેરાઈ ગયેલી પોલીસ કર્મચારીઓની મદદ માટે એસઆરપી, ડિંડોલી અને લિંબાયત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. લગભગ એક કલાક સુધી ચાલેલા ઘર્ષણ બાદ હાલ મામલો થાળે હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે, આ ઘટનામાં બે પોલીસ કર્મચારીઓ ઘવાયા હોવાનું અને પોલીસ વાહનને નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

Leave a Response

error: Content is protected !!