રાજનીતિ

સુરતમાં શારીરિક સબંધ બાંધી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવતી ગેંગ સક્રિય, ખુબસુરત યુવતીઓના કાળા કામ

425views

સ્યુડો ફેમિનિઝમના કિસ્સા આજ કાલ સમાજમાં વધી રહ્યા છે. એટલે કે મહિલાઓ ખોટી રીતે પુરૂષોને બદનામ કરે છે. હાલ જ સુરતમાં આંખ ઉઘાડતો કિસ્સો આવ્યો છે. એક ખુબસુરત મહિલાએ વેપારી સાથે સંબંધ બાંધ્યા અને પછી બ્લેકમેઈલ કરીને લાખો રૂપિયા પડાવી લીધા.

સુરતમાં ફરી એકવાર શારીરિક સબંધ બાંધી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવતી એક ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ પહેલાં તો વેપારીઓને પોતાની જાળમાં ફસાવે અને પછી બ્લેકમેઈલ કરી રૂપિયા પડાવે છે. ત્યારે આ ગેંગ વિરુદ્ધ એક કાપડના વેપારી દ્વારા ફરિયાદ નોંધાવી છે.

શું છે આખો મામલો ?

સુરતનાં વેડ રોડ વિસ્તારમાં આવેલાં ડભોલી ચાર રસ્તા પાસે સોસાયટીમાં રહેતો એક કાપડનો વેપારી પરિણીત છે અને બે બાળકોનો પિતા છે. પણ બહારની બિરયાની શોખીન આ વેપારીને સપ્ટેમ્બર 2019માં ફેસબુક પર એક મહિલાએ મિત્રતા માટે રિક્વેસ્ટ મોકલી હતી.

કાપડના વેપારી દ્વારા મહિલાની રિકવેસ્ટ સ્વીકારવામાં આવી હતી. ત્યારબાદ બંને વચ્ચે ચેટિંગ શરૂ થયું અને બાદમાં તેઓએ સેટિંગ પડ્યું. બંને એકબીજાને મળવા લાગ્યા હતા. પ્રેમભરી વાતો કરતાં હતા. વિધવા મહિલા એકલી રહે છે ત્યારે કાપડ વેપારી પરીણિત હોવાની વાત પણ કરવામાં આવી હતી. બંને વચ્ચે પ્રેમ થતાં આરોપી યુવતી કૃપાએ વેપારીને શરીર સંબંધ બાંધવાનું કહેતાં બંને કામરેજથી આગળ એક હોટલમાં ગયા હતા. જયાં બંનેએ મરજીથી શરીર સંબંધ બાંધ્યો હતો.

ત્યારબાદ મહિલા કાપડ વેપારીને બ્લેકમેઇલ કરવા લાગી હતી અને લગ્ન માટે દબાણ શરૂ કર્યું હતું. પણ વેપારી પરણેલો હોવાથી લગ્નની ના પાડી હતી. ત્યારબાદ ઠગ મહિલાએ 10 લાખ માંગ્યા હતા. જો રૂપિયા નહીં આપે તો ઘરે તેના સંબંધની જાણ કરવાની અને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી હતી. જેથી વેપારીને ખ્યાલ આવ્યો કે આ તો પોતે હનીટ્રેપમાં ફસાયા. જેથી ચોક બજાર પોલીસમાં વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

આમ બહારની બિરયાની ખાવાનાં શોખીન પરિણીત પતિઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. બહારની બિરયાની ખાવા જતા સુરતના વેપારીઓને ગળે હાડકુ ફસાઈ શકે છે. હજુ પણ આવા કેટલાક વેપારીઓ છે જેની તપાસ પોલીસે શરૂ કરી છે. તો વધુમાં આવી ગેંગ છે બીજી મહિલાઓને પણ બદનામ કરે છે તેની શોધખોળ પણ ચાલુ કરી દેવાઈ છે.

Leave a Response

error: Content is protected !!