Corona Update

નીતિન પટેલની જાહેરાત, કોરોનાના ઈન્જેક્શન માટે ત્રણ એક્સપર્ટ ડોક્ટરની કમિટી રચવામાં આવી

714views

આરોગ્ય સચિવ જયંતિ રવિએ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનને લઈને મહત્વના નિર્ણય કર્યા છે. જણાવી દઈએ કે કોરોનાના ક્રિટીકલ દર્દીને આ ઈન્જેક્શન કારગત નીવડે છે. તે અંગે ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યુ કે

  • ઈન્જેક્શનનો જથ્થો મર્યાદિત છે વધુ જથ્થા માટે કંપનીઓ સાથે વાટાઘાટો ચાલે છે
  • આ ઈન્જેક્શન આપવા માટે ત્રણ એક્સપર્ટ ડોક્ટરની કમિટી બનાવવામાં આવી છે જે નક્કી કરે છે કે કોણે દવા આપવી જોઈએ
  • અત્યાર સુધી 1100ની આસપાસ ઈન્જેક્શન અપાયા છે.
  • દરેક વ્યક્તિના વજન અને રોગપ્રતિકારક શક્તિ મુજબ દવા આપવી જરૂરી છે.
  • ટોસિલિઝુમેબ ઈન્જેક્શનવધારે માત્રામાં આપવાથી આડ અસર પણ થાય છે.

કોરોના સારવાર માટે વપરાતી ટેસિલિઝુમેબ ઈન્જેક્શનની તંગી મામલે આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે ખાનગી ડોક્ટરો બીનજરૂરી રીતે તેનો ઉપયોગ કરવા માંડ્યા છે. આ માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. તે ઈન્જેક્શન આપતાં પહેલા તપાસ કરશે. આઈસીએમઆર હેઠળ ઇમ્યુનિટી ઓછી હોય તેવા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવશે. જરૂર ન હોય તેવા દર્દીઓને આ ઈન્જેક્શન આપવાથી રિએક્શન થાય છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ગાઈડલાઇન મુજબ દર્દીને ટોસિલિઝુમેબ આપવાની જરૂરિયાત જણાય તેવા દર્દીઓને આપવામાં આવશે.

આ ઈન્જેક્શનની હાલમાં તંગી છે. જો કે 198 ઈન્જેક્શન સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યાં છે. આ ઈન્જેક્શન બિનજરૂરી લોકોને અપાતા આડઅસર પણ થઈ શકે છે. આ ઈન્જેક્શન ક્લેક્ટરની અધ્યક્ષતામાં બનેલી તબીબોની કમિટી રિપોર્ટ જોઈને આપશે.

Leave a Response

error: Content is protected !!