રાજનીતિ

ટુકવાડા ગામના એક ગરીબ આદિવાસી પરિવારના સુરેશભાઇને મનરેગા યોજના ફળી

128views

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એકંદરે આદિવાસીઓની વસતિ છે. પારડી તાલુકાનું એક નાનકડું ગામ છે-ટુકવાડા. આ ગામના લોકોનો મુખ્‍ય વ્‍યવસાય ખેતી છે. વલસાડ જિલ્લાના અન્‍ય ગામોની જેમ આ ગામમાં પણ સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ ગ્રામજનોને મળી રહે તે માટે સંબંધિત વિભાગોના માધ્‍યમથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને રાજ્‍ય સરકારની યોજનાઓ સમયસર પહોંચે તે માટે આવશ્‍યક પગલા લેવામાં આવી રહ્યા છે.

વલસાડની જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના પ્રયાસોથી પારડી તાલુકાના ટુકવાડા ગામના એક ગરીબ આદિવાસી પરિવારના સુરેશભાઇને રોજગારની જરૂરિયાત સરકાર દ્વારા ચાલતી મનરેગા યોજના- મહાત્‍મા ગાંધી નેશનલ રૂરલ એમ્‍પલોયમેન્‍ટ ગેરંટી યોજના દ્વારા પુરી થઇ.

સુરેશભાઇની આર્થિક પરિસ્‍થિતી સારી ન હતી. જેથી તેમણે મનરેગા યોજના હેઠળ રોજગારીની માંગણી કરી હતી. મત્‍સ્‍ય તળાવ બનાવવા માટે જરૂરી સાધનિક દસ્‍તાવેજો એકઠા કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીમાં જમા કરાવ્‍યા જે અંર્તગત ટુકવાડા ગામ ખાતે તેમની જમીનમાં અંદાજે રૂા.૮૧ હજારના ખર્ચે ૨૫ × ૧૫ મીટરના વિસ્‍તારમાં તળાવ બનાવ્‍યું. સુરેશભાઇ સહ પરિવાર તેમજ ગ્રામજનો મનરેગા હેઠળ આ યોજનામાં જોડાતાં કુલ ૭૭૯૦૬ રૂપિયાનું આર્થિક ઉપાર્જન મળ્‍યું હતું.

 

આ તળાવ થકી સુરેશભાઇએ તાજા પાણીની ૫૦૦૦ જેટલા મત્‍સ્‍ય બીજ જેમાં-કટલા, મીગલ, ઘાસકાર્પ, રોઇ વગેરના મત્‍સ્‍યબીજ નાંખી સુરેશભાઇએ પોતાનો મત્‍સ્‍ય ઉદ્યોગ શરૂ કર્યો છે. જેમાં વર્ષે ૫૦૦૦ કીલો માછલીઓનું ઉત્‍પાદન કરવામાં આવે છે. જેના દ્વારા તેઓ વર્ષે ૩ લાખ જેટલી કમાણી મેળવે છે. આમ, પૈસાના અભાવની સમસ્‍યા ટળી અને પરિવારને ઘરઆંગણે આજીવિકા મળી રહી છે.

એક પરિવાર આર્થિક રીતે સધ્‍ધર બનતા તેમના બાળકો માટે શિક્ષણ, પોષણયુકત આહાર અને જીવન નિર્વાહની સમસ્‍યાઓ ટળી છે. મનરેગા યોજના હેઠળ અન્‍ય લાભાર્થીઓ આ કામમાં જોડાતા ખેડુતોને ઘરઆંગણે કામ મળ્‍યું, ઉપરાંત તળાવ થકી ગામમાં પીવાના પાણીની સમસ્‍યા પણ હળવી થઇ છે.

તેમજ દર વર્ષે 5000 કિલો માછલીઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને તેઓ વર્ષે 3 લાખ જેટલી કમાણી કરે છે. મનરેગા યોજના થકી પોતાનું જીવનધોરણ સુધરતાં તેઓ સરકાર અને મનરેગા યોજનાનો આભાર માને છે.

Leave a Response

error: Content is protected !!