વિકાસની વાત

સેવાભાવી સુરતીલાલાઓ… મુશ્કેલીભરી પરિસ્થિતિમાં સુરતીઓએ એક નવી મિશાલ કાયમ કરી

244views

એક તરફ જ્યાં સૌ કોઈ દોષનો ટોપલો એક બીજા તરફ નાખી રહ્યા છે ત્યાં બીજી બાજુ સુરતીઓએ એકબીજાને સાથ આપીને નવી મિશાલ કાયમ કરી છે.  જ્યારે ફાયર બ્રિગેટના લોકો ઓછા લાગ્યા ત્યારે દોષ આપવાને બદલે તેઓ મદદ કરવામાં લાગી ગયા. તક્ષશિલા કોમપ્લેક્ષની આજુબાજુ રહેતા સુરતીઓ પોતાની ઓફિસ અને કામ ધંધા છોડી તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા અને જોઈતી મદદ કરી હતી. તો બાળકોને હોસ્પિટલ સુધી પહોંચાડી જીવ પણ બચાવ્યા હતા.

આ સિવાય હોસ્પિટલમાં પણ બ્લડ ડોનેટ કરવા માટે લાંબી લાઈન લાગી છે. હવે એક પણ બાળકનો જીવ ન જાય તેના માટે સુરતીઓ હોસ્પિટલ ખાતે એકઠા થયા છે. સુરતના લોકોએ જાણે  આ વિદ્યાર્થી પોતાના સંતાન હોય તેમ વાલીઓને સાંત્વના આપતા પણ જોવા મળ્યા હતા. ખરાબ પરિસ્થિતીમાં નિ સ્વાર્થપણુ દેખાડવું એ ખરેખર સુરતીઓ પાસેથી શિખવા જેવું છે. સુરતીલાલાઓએ આજે સાબિત કર્યુ છે કે માત્ર તહેવાર ઉજવવામાં જ નહિ પણ મદદ માટે તેઓનું હદય હિરા જેવુ છે.

 

 

error: Content is protected !!