રાજનીતિ

સુશાંત પાસે 1.5 કરોડની કાર, BMW બાઈક અને મોટું ટેલિસ્કોપ હતુ. તેમણે ચંદ્ર પર પ્લોટ પણ ખરીદ્યો હતો.

15.2Kviews

બિહારમાં જન્મેલા 34 વર્ષીય સુશાંતે બોલિવૂડમાં શરૂઆતમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. તેની પહેલી કમાણી 250 રૂપિયા હતી. જ્યારે તે સ્ટાર બની ગયો ત્યારે તેણે ચંદ્ર પર માત્ર પ્લોટ જ ના ખરીદ્યો પરંતુ તેને જોવા માટે દૂરબીન પણ ખરીદ્યું હતું. 

પહેલી કમાણી 250 રૂપિયા હતી
સુશાંતે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્ટ્રગલના દિવસોમાં તે છ લોકોની સાથે રૂમ શૅર કર્યો હતો. આ સમય દરમિયાન તેને એક નાટકમાં કામ કરવાના 250 રૂપિયા મળ્યાં હતાં. એક સમયે તે એક્સ્ટ્રા ડાન્સર તરીકે કામ કરતો હતો.

સુશાંતના ઘરમાં એક મોટું ટેલિસ્કોપ હતું, જેને તે ટાઈમ મશીન કહેતો હતો. તે અલગ અલગ ગ્રહો તથા ગેલેક્સીને ઘરમાં બેસીને જોતો હતો. 

5-7 કરોડ રૂપિયા ફી હતી
સુશાંતે ‘એમ એસ ધોની’ તથા ‘કેદારનાથ’ જેવી હિટ ફિલ્મ આપી હતી. ‘પીકે’માં પણ તેણે કામ કર્યું હતું. હાલમાં સુશાંત પાંચથી સાત કરોડ રૂપિયા ફી લેતો હતો. ફિલ્મ ઉપરાંત તે જાહેરાત તથા સ્ટેજ શોમાં કામ કર્યું હતું. 

લક્ઝૂરિયસ કાર તથા બાઈકનો માલિક હતો
સુશાંતના કાર કલેક્શનમાં 1.5 કરોડની લક્ઝૂરિયસ કાર હતી. તેની પાસે BMW બાઈક હતી. તેની કિંમત 25 લાખ રૂપિયા હતી.

ચંદ્ર પર જમીન ખરીદી હતી
સુશાંતે 2018માં ચંદ્ર પર જમીન ખરીદી હતી. આ પ્લોટ ‘સી ઓફ મસકોવી’માં છે. નવાઈની વાત એ છે કે તે પોતાના પ્લોટ પર નજર રાખવા માટે એક દૂરબીન ખરીદ્યું હતું. તેની પાસે એડવાન્સ ટેલિસ્કોપ 14LX00 હતું. સુશાંતે આ જમીન ઈન્ટરનેશનલ લૂનર લેન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી ખરીદી હતી. 

સુશાંતે 25 જૂન, 2018માં આ પ્રોપર્ટી પોતાના નામે કરી હતી. જોકે, તેમાં અનેક આંતરરાષ્ટ્રીય સંધિ છે. આ પ્રમાણે, કાયદાકીય રીતે આના પર માલિકી હક મળી શકે નહીં, કારણ કે પૃથ્વીની બહારની દુનિયા માનવજાતિની છે અને તેમાં એક દેશ હકદાવો કરી શકે નહીં. સુશાંત પહેલો એવો એક્ટર હતો, જેણે ચંદ્ર પર જમીન ખરીદી હતી.

Leave a Response

error: Content is protected !!