રાજનીતિ

સુશાંત સિંહની આત્મહત્યા કેસ અમિત શાહ આવ્યા એક્શનમાં, બોલિવુડમાં અમુકને પડ્યો ધ્રાસકો

515views

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાને એક મહિનો થયો છે. પોલીસ તપાસ ચાલી રહી છે પણ હજુ સુધી કેટલાક રહસ્યો વણઉકેલ્યા જ રહ્યા છે. ટ્વિટરમાં લગભગ દરરોજ માંગ ઉભી થાય છે કે સુશાંત સિંહનો કેસ CBIને સોંપવો જોઈએ. આ મામલે પુર્વ સાંસદ પપ્પુ યાદવે અમિત શાહને પત્ર લખ્યો હતો જેનો જવાબ અમિત શાહે આપ્યો છે.

પૂર્વ સાંસદ પપ્પુ યાદવે આ અંગે ટ્વીટ કર્યું છે. ટ્વિટમાં કહ્યું છે કે સુશાંતના કેસની સીબીઆઈ તપાસ માટે તેમણે ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખ્યો હતો. અમિત શાહે આ પત્ર કાર્યવાહી માટે મોકલ્યો છે.

પપ્પુ યાદવે ટ્વીટમાં લખ્યું છે, અમિત શાહ જી, જો તમે ઇચ્છો તો સુશાંત કેસમાં એક મિનિટમાં સીબીઆઈ તપાસ થઈ શકે છે. તેને ટાળો નહીં! બિહારના ગૌરવ ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની શંકાસ્પદ મોતની સીબીઆઈ તપાસ માટે કેન્દ્રીય ગૃહ પ્રધાનને એક પત્ર લખી વિનંતી કરી હતી. અમિત શાહ કાર્યવાહી માટે પત્રને મંત્રાલયમાં મોકલ્યો છે.

Leave a Response

error: Content is protected !!