રાજનીતિ

પોલીસ રિપોર્ટ : સુશાંતે કોણે કર્યો હતો છેલ્લો ફોન ? આત્મહત્યા પહેલાના 2 કલાક પીધુ હતુ જ્યુસ..

પ્રારંભિક માહિતી અનુસાર, સુશાંત સિંહ રાજપૂતે લીલા કપડાથી તેના બેડરૂમમાં લટકાવવા માટે ફાંસીનો ફંદો તૈયાર કર્યો હતો.. પોલીસને સુશાંતના ઘરેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. સુશાંતે મધ્યરાત્રિએ એક અભિનેતાને છેલ્લો ફોન કર્યો.

4.61Kviews

ટેલિવુડ અને બોલિવુડનો મનગમતા કલાકારે ફાની દુનિયાને અલવિદા કહી દીધુ છે ત્યારે સૌ કોઈ દુખી છે.

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. હાલમાં સુશાંતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

  • પ્રારંભિક માહિતી અનુસાર, સુશાંત સિંહ રાજપૂતે લીલા કપડાથી તેના બેડરૂમમાં લટકાવવા માટે ફાંસીનો ફંદો તૈયાર કર્યો હતો..
  • પોલીસને સુશાંતના ઘરેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.
  • સુશાંતે મધ્યરાત્રિએ એક અભિનેતાને છેલ્લો ફોન કર્યો હતો પણ તેને ફોન ઉપાડ્યો ન હતો
  • પોલીસે કહ્યુ સુશાંત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતો અને તેની દવા ચાલુ હતી

રવિવારે સવારે 10 વાગ્યે સુશાંતે જ્યુસ પીધો હતો અને પાછો તેના રૂમમાં ગયો હતો. આ પછી સુશાંત પોતાના રૂમમાંથી બહાર આવ્યો નહિ. ઘરમાં રહેલા નોકર અને મિત્રએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ દરવાજો ખોલ્યો નહીં. ત્યારબાદ ઘરના કર્મચારીઓએ ચાવી બનાવવા વાળાને બોલાવ્યો. જેની મદદ સાથે દરવાજો ખોલવામાં આવ્યો હતો. દરવાજા પર સુશાંતનો મૃતદેહ લટકતો જોઈને નોકરે પોલીસને બોલાવી. મિત્રે 108 ને ફોન કર્યો.

Leave a Response

error: Content is protected !!