રાજનીતિ

વરસતા વરસાદ વચ્ચે સુ’શાંત’સિંહના અંતિમ સંસ્કાર, જાણે કુદરત પણ રડી પડી હોય તેવો ગમગીન માહોલ

2.86Kviews

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર આજે (15 જૂન) મુંબઈમાં વિલે પાર્લેના પવન હંસ સ્મશાન ખાતે કરવામાં આવ્યા હતાં. પિતા કેકે સિંહ તથા અન્ય સંબંધીઓ પટનાથી મુંબઈ આવ્યા હતાં અને તેમની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. મુંબઈ પોલીસના મતે, અંતિમ સંસ્કારમાં પરિવારના આઠ સભ્યો સામેલ થયા હતાં. સુશાંતના પિતા ઉપરાંત બહેન તથા અન્ય નિકટના સંબંધીઓ સ્મશાન આવ્યા હતાં. સુશાંતના અંતિમ સંસ્કાર સમયે મુંબઈમાં વરસાદ પડ્યો હતો.

અંતિમ વિધિ દરમિયાન જ જાણે પ્રકૃતિ પણ આંસુ વહાવી રહી હોય તેમ ઘનઘોર વાદળા છવાઈ ગયા અને ધોધમાર વરસાદ વરસ્યો. શ્મશાનની આસપાસ ચાહકોની ભારે ભીડ હતી અને વરસાદના કારણે રોડ પર જબરદસ્ત ટ્રાફિક જામ થઇ ગયો. 

વરસાદ વચ્ચે પોલીસ જવાનો પણ છત્રીઓ લઈને સુરક્ષા માટે તૈનાત રહ્યા અને ચાહકોને અંદર જવાથી રોક્યા. સુશાંત સિંહના કરિયરની શરૂઆત ટીવીથી જ થઇ હતી. એવામાં ટીવી ઈંડસ્ટ્રીના કલાકારો પણ સ્મશાન પહોંચ્યા, અર્જુન બિજલાનીએ સ્મશાન પહોંચી અંતિમ વિદાય આપી

આ સેલેબ્સ સ્મશાન આવ્યા હતાં

  • શ્રદ્ધા કપૂર, ક્રિતિ સેનન, વિવેક ઓબેરોય,અભિષેક કપૂર, વરુણ શર્મા, મુકેશ છાબરા સ્મશાનઘાટ પર હાજર
  • અનેક ટીવી સ્ટાર પણ હાજર રહ્યા હતા.
  • પરિવાર સ્મશાન ઘાટ પહોંચ્યો હતો

Leave a Response

error: Content is protected !!