રાજનીતિ

આખરે કંગનાના ઘટસ્ફોટ બાદ કરણ જોહર પર સંકંજો કસાયો, સુશાંત આત્મહત્યા કેસમાં પોલીસ કરશે પુછપરછ

247views

સુશાંત સિંહ રાજપૂત સુસાઈડ કેસમાં આ અઠવાડિયે ફિલ્મમેકર તથા ધર્મા પ્રોડક્શનના માલિક કરન જોહરની પૂછપરછ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ મુંબઈ પોલીસના નામે આ ટ્વીટ કરી હતી. સૂત્રોના મતે પોલીસે કરન જોહર પાસેથી ફિલ્મ ‘ડ્રાઈવ’ની કોન્ટ્રાક્ટ કૉપી પણ માગી છે.

આ કેસમાં હજી સુધી પોલીસે કરન જોહરની પૂછપરછ કરી નહોતી અને આથી જ કંગનાની ટીમે 25 જુલાઈના રોજ ટ્વીટ કરીને મહારાષ્ટ્ર સરકારને આડેહાથ લીધી હતી. કંગનાની ટીમે કહ્યું હતું, પોલીસ તેમને ક્યારેય બોલાવશે નહીં કારણ કે તે આદિત્ય ઠાકરેના બેસ્ટ ફ્રેન્ડ છે. આ તેમની સરકાર છે અને તેમણે કંગનાનાં ઈન્ટરવ્યૂ પહેલાં જ આ કેસ બંધ કરી દીધો હતો. આ એ વાતનો પુરાવો છે કે તેઓ પોતાના મિત્રોને બચાવી રહ્યા છે.

રવિવાર (26 જુલાઈ)ના રોજ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે સુશાંત સુસાઈડ કેસમાં મહેશ ભટ્ટ તથા કરન જોહરના મેનેજરની પૂછપરછ કરવામાં આવશે. જો જરૂર પડી તો કરન જોહરને પણ પોલીસ સ્ટેશન આવવાનું કહેવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!