વિકાસની વાત

સ્વયંસેવક સંધની પ્રથમ સ્કુલ બનશે આટલા ખર્ચે

102views

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધ આવતા વર્ષે પોતાની સૈનિક સ્કુલ શરૂ કરશે. તે સ્કુલમા સશસ્ત્ર દળોમાં સામેલ થવા ઈચ્છતા બાળકોને તાલીમ આપવામાં આવશે.આર્મી સ્કુલનું સંચાલન સંઘની શિક્ષણ શાખા વિદ્યા ભારતી સંભાળશે. સ્કુલનું નામ સંઘના પુર્વ સરસંઘસંચાલક રાજેન્દ્ર ઉર્ફે રાજ્જૂ ભૈયાના નામ પર રાખવામાં આવશે.સ્કુલનું નામ રજ્જૂ ભૈયા સૈનિક વિદ્યા મંદિર રાખવામાં આવશે. ઉત્તરપ્રદેશના બુલંદશહર જિલ્લાના શિકાપૂરમા આ સ્કુલનું નિર્માણ કરવામાં આવશે.

કઇ રીતે મળશે પ્રવેશ??

સ્કુલની પ્રથમ બેચનું પ્રોસપેકટસ તૈયાર છે. તે પછી શાળા પ્રવેશ અરજીઓ માગવાનું શરૂ થશે. પ્રથમ બેચમા છઠા ધોરણના 160 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. શહીદોના બાળકોને અનામત યોજના હેઠળ 56 સીટ મળશે. નિવૃત સૈન્ય અધિકારીઓ સપ્ટેમ્બરમા શાળાને સલાહ સુચન આપવા બેઠક યોજવાના છે.

પુર્વ સૈનિકે આપી જમીન

પુર્વ સૈનિક અને ખેડૂત રાજપાલસિંહે આ સ્કુલ નિર્માણ માટે જમીન આપી છે. તેનુ ક્ષેત્રફ્ળ 20,000 ચો.મી. છે. ગયા વર્ષના ઓગષ્ટ મહિનાથી શાળા નિર્માણનું કામ શરૂ થઇ ચૂક્યું છે. આ જમીન રાજપાલસિંહ જનકલ્યાણ ટ્રસ્ટની માલિકીની સંપત્તિ છે. ત્રણ માળની ઇમારત સ્કુલ માટે તો ત્રણ માળની ઇમારત છાત્રાલય માટે તૈયાર કરવામાં આવી છે. સ્કુલમા ડિસ્પેન્સરી, શિક્ષણ ગૃહ અને વિશાળ સ્ટેડિયમ પણ હશે. સમગ્ર નિર્માણ પ્રક્રિયા પાછળ રૂપિયા 40 કરોડ ખર્ચ થઈ શકે છે.

Leave a Response

error: Content is protected !!