Corona Update

નહિ સુધરે : ગોધરાની મસ્જીદ પાસે વધુ ત્રણ તબલીગીઓની ધરપકડ, ઈરાદાપુર્વક મેડિકલ ચેકઅપ વિના યુપીથી ગુજરાતમાં ઘુસ્યા

ફોટો પ્રતિકારાત્મક
1.84Kviews
  • ગોધરાના ત્રણ જમાતીઓ પાલનપુરથી ગોધરામાં ઘુસી ગયા
  • જાણીજોઈને કર્યો લોકડાઉનનો ભંગ
  • કોઇપણ જાતની મેડીકલ તપાસ કરાવવા વગર ગોધરામાં આવીને ઇરાદાપૂર્વકનું કૃત્ય કર્યુ
  • ઉત્તરપ્રદેશના ગાજીયાબાદ  જમાતમાં ગયા હતા.
  • 31/03/2020ના રોજ જમાતમાંથી પરત ટ્રક દ્વારા પાલનપુર સોનગઢ આવેલા
  • સોનગઢથી ચાલતા અને છુટક વાહન મારફતે શનિવારે ગોધરામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશમાં ગયેલા ગોધરાના ત્રણ જમાતીઓ પાલનપુરથી ગોધરા આવીને કોઇ પણ જાતની મેડીકલ ચેક અપ નહીં કરાવીને ગોધરાની મસ્જીદ પાસે ફરી રહેતાં પોલીસે પકડી પાડ્યા હતા. કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઇરાદા પૂર્વકનું કૃત્ય આચરી ઉત્તરપ્રદેશથી ગોધરા આવતા ગોધરાની મસ્જીદ પાસે જાહેરમાં પોલીસે પકડી પાડ્યા હતા. ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે ગુન નોંધીને કાર્યવાહી કરી હતી.
હાલ દેશમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. સરકાર દ્વારા મહામારીને ફેલાતી અટકાવવા લોકડાઉન જાહેર કર્યું છે. અને સાથે રાજ્યોની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. ત્યારે ઉત્તરપ્રદેશ ગયેલા ત્રણ જમાતીઓ કોઇપણ જાતની મેડીકલ તપાસ કરાવવા વગર ગોધરામાં આવીને ઇરાદાપૂર્વકનું કૃત્ય કર્યું હતું.

મસ્જીદ પાસેથી મળી આવીને સરકારી આદેશોનો ભંગ કરી પકડાયા
ગોધરાની બી ડિવિઝન પોલીસને બાતમી મળી કે ફેબ્રુઆરી માસમાં ગોહ્યા મહોલ્લામાંથી જમાતમાં ઉત્તર પ્રદેશ ગાજીયાબાદ ગયેલા 23 વર્ષિય સિદ્દીક હુસેન પથા, ખાલીદ યામીન ખોડા ઉં. 20 વર્ષ તથા 19 વર્ષનો આસીફ યાકુબ ઘાંચી લોકડાઉનના સમયગાળામાં પરત આવી હાલ ફૈઝીયામ મસ્જીદ પાસે ઊભા છે. તેવી બાતમીના આધારે પોલીસ બાતમીવાળા સ્થળે પહોંચીને કોર્ડન કરીને ત્રણ જમાતીઓને પકડી પાડ્યા હતા. ત્રણેય જમાતીઓ કોઇ પણ કારણ વગર બિનજરૂરી રીતે આવી કોરોના વાઇરસ ફેલાવવાનું સારી રીતે જાણતા હોવા છતાં તેઓ જાહેરમાં  આવીને ભયનું વાતાવરણ લોકોમાં ઊભુ કર્યું હતું. આ ચેપી રોગની પ્રાથમિક તપાસ પણ તેઓએ નહીં કરાવીને લોકડાઉનનો ભંગ કરીને બીજા રાજ્યમાંથી  ગોધરા અાવેલા હતા. તેઓએ કૃત્ય ઇરાદા પૂર્વક આચરી  ઉત્તરપ્રદેશથી ગોધરાની મસ્જીદ પાસેથી મળી આવીને સરકારી આદેશોનો ભંગ કરી પકડાયા હતાં.

ગોધરાના બી ડિવિઝન પોલીસ મથકે તેઓની વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 269,270 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ અેકટની કલમ 51(2) મુજબ તથા એપીડેમીક ડીસીસ એક્ટની કલમ 3 મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. પકડાયેલા ત્રણ જમાતીઓને આરોગ્ય વિભાગે કોરોન્ટીન કર્યા હતા.

ત્રણેયે ગોધરા આવ્યા બાદ મેડિકલ તપાસ પણ નહીં કરાવ્યાનું જણાયું
ગોધરામાં પોલીસે ત્રણેવ જમાતીઓને ઝડપ્યા બાદ મેડીકલ કરાવ્યા અંગેની પુછપરછ કરતાં તેઓએ મેડીકલ તપાસ કરાવી ન હોવાનું જણાવ્યું હતું. વુધ પુછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ ગઇ 20/02/2020ની આસપાસ  ઉત્તરપ્રદેશના ગાજીયાબાદ  જમાતમાં ગયા હતા. અને તા. 31/03/2020ના રોજ જમાતમાંથી પરત ટ્રક દ્વારા પાલનપુર સોનગઢ આવેલા હતા. અને સોનગઢથી ચાલતા અને છુટક વાહન મારફતે શનિવારે આવ્યા હતા.

આ પહેલા પણ વેરાવળની મસ્જીદમાંથી તબલીગીઓ મળી આવ્યા હતા

 

 

સોર્સ, સૌજન્ય – ભાસ્કર. 

Leave a Response

error: Content is protected !!