રાજનીતિ

રંગે-ચંગે ઉજવાયો તાનારીરી મહોત્સવ,ઐતિહાસિક ભુમિ પર મહોત્સવમાં રચાયા ત્રણ વિશ્વ રેકોર્ડ

113views

રાજ્ય સરકાર દ્વારા સંગીતક્ષેત્રમાં શાસ્ત્રીય સંગીતને પ્રાધાન્ય અપાઇ રહ્યું છે.ત્યારે દર વર્ષે“તાનારીરી“દ્વારા એક ખાસ મહોત્સવ ઉજવાતો હોય છે.સંગીત સામ્રજ્ઞીની યાદમાં કારતક સુદ નોમ અને દશમના દિવસે આ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ મહોત્સવ સંદર્ભે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ પણ આપવામાં આવે છે.

શું છે તાનારીરી મહોત્સવ?:

તાનારીરી મહોત્સવ એટલે સંગીત થકી સાધના અને આરાધનાનો લોકોત્સવ. સંગીત વિરાસતને વધુ મજબૂત કરવા માટે સરકાર આ પ્રકારના સાંસ્કૃતિક મહોત્સવ થકી કટિબધ્ધ બની છે. વડનગરની કન્યાઓએ સંગીતની સાધનાને આત્મસાત કરી હતી. તાન-સેનના દેહમાં ઉપડેલ દાહને મલ્હાર રાગ ગાઇ શાંત્વના આપી હતી. આવી સંગીત બેલડી તાના-રીરી બહેનોની યાદીમાં સરકાર દ્વારા તાના-રીરી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. 

શા માટે વડનગર જ પસંદ કરાય છે : 

વડનગરની પાવનભૂમિમાં આ આગવું ખમીર છે જે ગુજરાતને મળેલી શાસ્‍ત્રીય સંગીતની અતુલ્ય વિરાસતને ઉજ્જવળ બનાવે છે. વડનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનું કામ તાના-રીરી મહોત્સવ થકી થઇ રહયું છે.કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના-રીરીની યાદમાં દર વર્ષે તાના-રીરી મહોત્સવ વડનગર ખાતે યોજવામાં આવે છે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૦૩થી તાના-રીરી મહોત્સવની શરૂઆત કરી છે. 

ઐતિહાસિક ભુમિ પર તાના-રીરી મહોત્સવમાં ત્રણ વિશ્વ રેકોર્ડ રચાયા:

તબલા તાલીમ સંસ્થાના ૧૫૦ કલાકારો દ્વારા ૩૦ મિનીટમાં ૨૮ તાલ રજૂ કરાયા હતા. જેમાં પ્રારંભિકથી લઇ પ્રવિણ સુધીના તાલોનો મૂખપાઠ તથા વાદન કરાયું હતું ૦૬ થી ૬૦ વર્ષ સુધીના કલાકારો સહિત ૦૫ થી ૧૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓએ જોડાયા હતા.૧૦૮ વાંસળી વાદકો દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ નિમિત્તે ગાંધીજીને અંજલી સ્વરૂપે વૈષ્ણવજનતો તેને રે કહીએ. રાગ ખમાજ પર વિશ્વ રેકોર્ડ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રગાન જનગણ મન વગાડી પાંચ મિનીટમાં વિશ્વ રેકોર્ડની રચના કરી હતી.

આ ઉપરાંત કલાગુરૂ શીતલબેન બારોટ દ્વારા નવરસની પ્રસ્તુતી ભારત નાટ્યના નૃત્ય શૈલીમાં રજુ કરાઇ હતી. એક મીનીટમાં શ્રુંગાર રસ, હાસ્ય રસ, કરૂણ રસ, રૌદ્ર રસ, વિર રસ, બીભત્સ રસ, ભયાનક રસ, અદભૂત રસ અને અંતમાં શાંત રસ દ્વારા પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી.મુખ્યમંત્રી દ્વારા તબલા વાદકો, વાસંળી વાદકો અને કલાગૂરૂ શીતલબેન બારોટનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Response

error: Content is protected !!