Corona Update

આનંદો..! દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કોરોના મુક્ત, ડાંગ,તાપી,વલસાડ,નવસારીમાં ખુશીઓની રેલમછેલ

2.98Kviews
  • નવસારી, વલસાડ  જિલ્લો કોરોનાથી મુક્ત થવામાં 1-1 કેસ દૂર
  • તાપી અને ડાંગ જિલ્લો કોરાનાથી સંપુર્ણ મુક્ત થઈ
  • સુરત સિવાય દક્ષિણ ગુજરાતમાં કોરોનાનો સફાયો
  • નવસારીમાં એક દર્દી સાજા થવા પર છે 
  • હાલ એક પણ જિલ્લામાં નથી આવતા નવા કેસ 

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પૈકી સુરત શહેર જ રેડ ઝોનમાં છે. જ્યારે નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લો ઓરેન્જ ઝોનમાં છે.

તાપી જિલ્લામાં બે કેસ હતા હાલ એક પણ નહિ

તાપી જિલ્લામાં પહેલો કેસ માયપુરના બૂટલેગર મહિલાનો 20 એપ્રિલના રોજ નોંધાયો હતો. જેને 4મેના રોજ સાજા થતા રજા આપી દેવામાં આવી હતી. જ્યારે અન્ય એક કુકરમુંડા તાલુકાનાં ઈંટવાઇ ગામના કેન્સરની સારવાર લઈ રહેલા દર્દી વિનાયકભાઇ તુકારામભાઈ પાડવીને અમદાવાદની બી.જે.મેડિકલ હોસ્પિટલના કેન્સર વિભાગ ખાતે ખસેડાયા હતા. જ્યાં 1મેના રોજ તેમનો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયો હતો, જે સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન 8 મેના રોજ સાજા થતા હાલ કોવિડ-19 હોસ્પિટલમાંથી રજા આપીને કેન્સરના વોર્ડમાં શિફ્ટ કરી સારવાર ચાલી રહી છે.

ડાંગ :ત્રણ કેસે પણ આપી કોરોનાને મ્હાત

ડાંગ જિલ્લામાં છેલ્લા 15 દિવસ દરમિયાન ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ દર્દી સાજા થઈ કોરોનાને મ્હાત આપતા તેઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગત રોજ ત્રીજા દર્દીને રજા આપતા ડાંગ હવે કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. ત્રણેય દર્દી સ્વસ્થ થતા હવે સાત દિવસ માટે ઘરમાં જ હોમ ક્વોરન્ટીન થશે.

વલસાડ :એકનું મોત ચાર રિકવર થયા

વલસાડ જિલ્લામાં કુલ 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી ધકમપુરના એક યુવાનનું સુરત સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. વલસાડ જિલ્લામાં પહેલો કેસ 20 એપ્રિલના રોજ નોંધાયો હતો. ત્યારબાદ એક પછી એક 6 કેસ નોંધાયા છે. જેમાં ચાર રિકવર થઈ ગયા છે. જ્યારે છેલ્લે 2 મેના રોજ નોંધાયેલા પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે. જેની હાલત પણ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. જેથી વલસાડ જિલ્લામાં હાલ એક જ કેસ એક્ટિવ છે.

નવસારી :સૌથી વધુ સાત કેસ હતા હવે એક જ છે કોરોના પોઝિટિવ

નવસારી જિલ્લામાં કુલ સાત કેસ નોંધાયા છે. જેમાં ચીખલીમાં એક સાથે નોંધાયેલા ત્રણ કેસનો પણ સમાવેશ થાય છે. જોકે, આ કેસો પૈકી અત્યાર સુધીમાં છ દર્દી રિકવર થઈ ઘરે પહોંચી ગયા છે. જ્યારે એક દર્દીની સારવાર ચાલી રહી છે. જેને પણ ટુંક સમયમાં રજા આપવામાં આવે તેવું જાણવા મળ્યું છે.

Leave a Response

error: Content is protected !!