રાજનીતિ

ગુજરાતના 150 ટાપુઓના વિકાસ માટે રૂપાણી સરકારે કમર કસી, રૂ. ૧૦૮ કરોડના ખર્ચે વિકાસકાર્યો થશે

633views
  • પિરોટન ટાપુ અને બેટ દ્વારકા સહિત અનેક ટાપુઓની શકલ બદલી નાંખવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રતિબદ્ધ
  • આયલેન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટીની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયાં
  • પિરોટનનાં પર્યાવરણની જાળવણી કરી ને અનેકવિધ પ્રાકૃતિક પ્રવૃત્તિઓ હાથ ધરાશે, પ્રવાસનને વેગ મળશે
  • બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન વૈવિધ્યસભર વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય સરકાર કરશે
  • રાજ્યના પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા ટાપૂઓના પ્રવાસન વિકાસની વ્યાપક સંભાવનાઓને જોઈ ને પ્રાથમિક તબક્કે રૂ. ૧૦૮ કરોડના ખર્ચે વિકાસકાર્યો થશે

ગુજરાત પાસે 1660 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે, 150 જેટલાં નાના-મોટા ટાપુઓ છે, આ સંપદાનો પ્રવાસન માટે શ્રેષ્ઠ ઉપયોગ કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કમર કસી છે. તેમની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે તેવો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે પૂરાતન સાંસ્કૃતિક વિરાસત ધરાવતી બેટ દ્વારિકાના સર્વગ્રાહી પ્રવાસન વૈવિધ્યસભર વિકાસ માટે બેટ દ્વારકા આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના રાજ્ય સરકાર કરશે. રાજ્યના પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા ટાપૂઓના પ્રવાસન વિકાસની વ્યાપક સંભાવનાઓને પ્રાથમિક તબક્કે રૂ. ૧૦૮ કરોડના ખર્ચે વિકાસ કરવા અંગે ગહન ચર્ચા-વિચારણા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી. રાજ્યના ટાપૂઓના વિકાસ માટે ગુજરાત સરકારે ગત ઓગસ્ટ માસમાં આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલી છે. આ ઓથોરિટીનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી સાથે આ ટાપૂઓ પર આર્થિક ગતિવિધિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો છે.

મુખ્યમંત્રી રૂપાણીએ આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને એવું પ્રેરક સૂચન કર્યુ હતું કે પિરોટન, શિયાળ બેટ અને બેટ દ્વારકા આયલેન્ડ ના પ્રવાસન આકર્ષણ કેન્દ્ર રૂપ વિકાસ માટે ડિટેઇલ્ડ પ્લાનીંગ કરીને વિશ્વના આ ક્ષેત્રના શ્રેષ્ઠ તજ્જ્ઞોની સેવાઓ પણ તેમાં જોડવામાં આવે. તેમણે પિરોટન ટાપૂની વિશેષતા એવા કોરલ સહિત બર્ડવોચિંગ, લાઇટ હાઉસ વગેરેને પણ પ્રવાસન હેતુસર વિકસીત કરવા જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ આ ટાપૂઓ પરની પ્રવાસન સહિતની વિવિધ ગતિવિધિઓમાં સ્થાનિક યુવાઓને રોજગારી મળે તે માટે આઇ.ટી.આઇ દ્વારકાને મરિન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર તરીકે કાર્યરત કરવા સંબંધિત વિભાગોને સંકલન માટેની તાકિદ કરી હતી.

Leave a Response

error: Content is protected !!