રાજનીતિ

ટાટાએ લોંચ કરી ઇલેક્ટ્રિક કાર ટીગોર, જાણો કારની માઈલેજ, કિંમત અને ફીચર્સ

90views

આખરે જેની રાહ જોવાઈ રહી હતી એ ટાટા મોટર્સની ઇલેક્ટ્રિક કાર લોંચ થઇ ગઈ છે. ટાટા મોટર્સે ગુરૂવારે તેની પહેલી ઇલેક્ટ્રિક કાર ટીગોર ઈવી લોંચ કરી દીધી છે.આવો જાણીએ ટીગોર ઈવીની માઈલેજ, કિમત અનર ફીચર્સ.

મોડેલ અને કિંમત
ટીગોર ઈવીનાં બે મોડેલ છે, XM અને XT. XM ની  કિંમત રૂ.11.61 લાખ અને XT ની કિંમત રૂ. 11.71 છે. આ બંને મોડેલ પર સરકાર દ્વારા રૂ. 1.62 લાખની સબસીડી આપવામાં આવશે. સબસીડી બાદ કરતા XM ની  કિંમત રૂ. 9.9 લાખ અને XT ની કિંમત રૂ. 10.9 છે.

બેટરી અને માઈલેજ

ટીગોર ઈવીમાં 16.2 kWh કેપેસીટીની ઇનબિલ્ટ બેટરી છે જે ફૂલ ચાર્જ પર 142 કિલોમીટરની માઈલેજ આપશે. બેટરીના ચાર્જીંગનાં સમયની વાત કરીએ તો 6 થી 7 કલાકમાં બેટરી ફૂલ ચાર્જ થશે. જો 15KV નું ફાસ્ટ ચાર્જર લગાવવામાં આવે તો આ બેટરી માત્ર 90 મિનીટમાં જ ચાર્જ થઇ જશે. કંપની કારની બેટરી પર ત્રણ વર્ષ સુધીનો સમયગાળા સુધી અને 1.25 લાખ કિલોમીટર સુધીની વોરંટી આપે છે.

એન્જિન અને સ્પીડ

ટીગોર ઈવીમાં 72V અને 3 ફેઝની ઇન્ડકશન મોટર છે, જે 4500 RPM પર 40 BHP  અને 2500 RPM પર 105 NMનું ટોર્ક આપશે. આમાં સિંગલ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન મળશે. ટાટા મોટર્સનો દાવો છે કે ટીગોર 12 સેકંડમાં ૦ થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી લેશે. ટીગોર ઈવીની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાકની છે.

સેફટી

ટાટા મોટર્સની આ ઇલેક્ટ્રિક મોટર્સમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, એબીએસ અને રીયર પાર્કિંગ સેન્સર જેવા તમામ બેઝીક સેફટી ફીચર્સ આપવામાં આવ્યાં છે જે 1 લી જુલાઈ 2019 લાગુ થનારા તમામ નિયમોમાં ખરી ઉતરશે.

ફીચર્સ

ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ
કલર બમ્પર્સ
બોડી કલર ડોર હેન્ડલ્સ
LED ટેલ લેમ્પ્સ
કલાઇમેટ કંટ્રોલ
પાવર વિન્ડો
બ્લ્યુટુથ કનેક્ટિવિટી
હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ
એડજસ્ટેબલ ફ્રન્ટ હેડરેસ્ટ
ત્રણ કલર, વ્હાઈટ, બ્લ્યુ અને સિલ્વર

Leave a Response

error: Content is protected !!