રાજનીતિ

વર્લ્ડકપઃ ભારતીય ટીમને જબરદસ્ત મોટો ફટકો, શિખર ધવન વિશ્વકપમાંથી બહાર

114views

વિશ્વ કપ 2019મા શાનદાર પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. ભારતીય ઓપનર શિખર ધવન અંગુઠાની ઇજાના લીધે આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019ની બહાર થઇ ગયો છે. તેને આ ઇજા ઓસ્ટ્રેલિયા સામેની વખતે 9 જૂનના રોજ ઓવલ ખાતે થઇ હતી. દિલ્હીના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને તેની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમના મેનેજર સુનિલ સુબ્રમણિયમે બુધવારે આ વાર કંફર્મ કરી હતી. ઇજાના લીધે ધવન રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ માન્ચેસ્ટર ખાતેની મેચમાં રમ્યો ન હતો. પંતને તેના કવર તરીકે બોલાવવામાં આવ્યો હતો અને હવે તે ધવનને રિપ્લેસ કરશે.

33 વર્ષીય ઓપનરનો કાંગારું સામેની મેચ પછી લીડ્સ ખાતે ડાબો અંગુઠો સ્કેન કરવામાં આવ્યા હતા અને ટીમ મેનેજમેન્ટે તેને ટીમ સાથે જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. જોકે તેને ઇજામાંથી સ્વસ્થ થવામાં વધુ ટાઈમ લાગે તેમ હોવાથી તે હવે વર્લ્ડકપની બહાર થઇ ગયો છે.

ભારતીય ટીમના ફિટનેસ ટ્રેનર શંકર બાસુએ કહ્યું હતું કે, એકથી વધુ ડોક્ટર પાસેથી ઓપિનિયન લીધા પછી ખબર પડી છે કે ધવન જુલાઈના બીજા અઠવાડિયા પહેલા ફિટ થઇ શકે તેમ નથી. અમે તેના રિપ્લેસમેન્ટ તરીકે ઋષભ પંતની માંગ કરી છે.

એક્સ-રેમાં ફ્રેક્ચર ન આવ્યું પરંતુ સીટી સ્કેલનથી ખ્યાલ આવ્યો કે ધવનને હેરલાયન ફ્રેક્ચર છે. યુવા વિકેટકીપર રિષભ પંતને પહેલા ધવનના કવરના રૂપમાં ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યો છે. તે માનચેસ્ટર પહોંચ્યો હતો અને પાકિસ્તાન વિરુદ્ધ મેચ પહેલા ટીમ સાથે જોડાઈ ગયો હતો.

આ ઉપરાંત શિખર ધવન મોટી મેચોનો ખેલાડી છે. તેનો રેકૉર્ડ દર્શાવે છે કે તે આઈસીસી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરે છે. શિખર ધવન ભારતની ઑપનિંગમાં રાઇટ-લેફ્ટનું કૉમ્બિનેશન આપતો હતો. જો કે હવે શિખર ધવનની જગ્યાએ વર્લ્ડ કપની બાકીની તમામ મેચોમાં કેએલ રાહુલ જ ઑપનિંગ કરશે તે નિશ્ચિત થઈ ગયું છે, જ્યારે ચોથા નંબરે સ્થિતિને જોઇને નિર્ણય લેવાશે. ચોથા નંબર માટે વિજય શંકર અથવા દિનેશ કાર્તિકને બાકીની મેચોમાં સામેલ કરી શકાય છે.

ધવન વિશ્વકપમાં આગળ ભાગ લેવાની સ્થિતિમાં નથી. આ પહેલા ભારતના સહાયક કોચ સંજય બાંગરે કહ્યું હતું કે ટીમ મેનેજમેન્ટ શિખર ધવનને વિશ્વકપમાંથી બહાર કરવા ઈચ્છતું નથી અને તેની રિક્વરી પર નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ઝડપી બૉલર ભુવનેશ્વર કુમાર પણ ઇજાગ્રસ્ત થયો છે અને તે બે-ત્રણ મેચમાંથી બહાર થશે. તેના જગ્યાએ મોહમ્મદ શમીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવે છે.

Leave a Response

error: Content is protected !!