રાજનીતિ

ભારતને 27 જુલાઈએ મળશે 6 રાફેલ, ભારતનું હવાઈ દળ ચીન કરતા વધુુ મજબુત બનશે

422views

લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતીય હવાઈ દળની શક્તિમાં વધારો થઈ રહ્યો છે. ભારતને આગામી મહિનાના અંત સુધીમાં શસ્ત્રોથી સજ્જ 6 રાફેલ ફાઈટર જેટ મળે તેવી શક્યતા છે.

  • રાફેલ જેટ ફ્રાંસથી ભારત વચ્ચે 7 હજાર કિલોમીટરથી વધારે અંતર કાપશે. મધ્ય પૂર્વમાં બ્રેક પણ લેશે
  • ભારતને ફ્રાંસથી 36 રાફેલ મળશે, રૂપિયા 60 હજાર કરોડ રૂપિયાની આ ડીલ સપ્ટેમ્બર,2016માં ફાઈનલ થઈ હતી
  • 150 કિલોમીટર સુધી લક્ષ્યાંકને વેધી શકે તેવી મીડિયર મિસાઈલ પણ હશે.
  • તેને લીધે ભારતીય હવાઈ દળ ચીનની તુલનામાં વધુ મજબૂત સ્થિતિમાં આવી જશે.

થોડા સમયમાં જ ઓપરેશન માટે તૈયાર થશે જેટ્સ-સૂત્રો
સૂત્રોએ કહ્યુ છે કે હવાઈ દળના પાયલટ્સની ફ્રાંસમાં જે તાલીમ (Trainning) થઈ રહી છે તેના પર ઘણો ખરો આધાર રહેલો છે. જુલાઈના અંત ભાગ સુધીમાં આપણને 6 રાફેલ વિમાન મળી શકે છે. આ વિમાનો શસ્ત્રોથી સજ્જ હશે અને થોડા દિવસોમાં જ ઓપરેશનમાં સામેલ થઈ જવા માટે સજ્જ હશે.

Leave a Response

error: Content is protected !!