રાજનીતિ

કેન્દ્ર સરકારે રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનું ઝડપ્યું બીડું

144views

134 વર્ષ જુના અયોધ્યા મંદિર-મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણય હેઠળ અયોધ્યાની 2.77 એકરની સમગ્ર વિવાદીત જમીન રામ મંદિર નિર્માણ માટે આપી દીધી છે. તો સાથે જ સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે, કેન્દ્ર સરકાર ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ ટ્રસ્ટ રામ મંદિરનું નિર્માણ અને સંચાલન કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૃહ મંત્રાલય સહિત અન્ય વિભાગોના અધિકારીઓ આ અંગેની પ્રારંભિક તૈયારીમાં લાગી ગયા છે. આ કામ ઝડપથી કરાઈ રહ્યું છે, જેથી સુપ્રીમ કોર્ટના આદેશ પર અમલ કરી શકાય.

કોર્ટે 9 નવેમ્બરે તેના નિર્ણયમાં વિવાદીત જમીન હિન્દુ પક્ષને સોંપવાનો આદેશ આપ્યો હતો. ચીફ જસ્ટિસ ગોગોઈ, જસ્ટિસ એસ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેંચે સ્પષ્ટ કર્યું હતું કે, વિવાદીત સ્થળે મંદિર બનાવવામાં આવે. કોર્ટે કેન્દ્ર સરકારે મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાના આદેશ આપ્યા હતા, સાથે જ મુસ્લિમ પક્ષને પણ મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપવાના આદેશ આપ્યા હતા.

જન્મભૂમિનું શું સોંપાશે?

ટ્રસ્ટની રચનાનો ડ્રાફ્ટ તૈયાર થયા પછી આ મામલે સંબંધિત પક્ષોની બેઠક પણ બોલાશે. સમગ્ર પ્રક્રિયામાં ગૃહમંત્રાલયની મહત્વની ભૂમિકા હશે. ટ્રસ્ટ બનાવવા અને તેમના સભ્ય નક્કી કર્યા બાદ, રામ જન્મભૂમિની અંદર અને બહારનું આંગણું તેને સોંપી દેવાશે.

હવે રામ મંદિર વહેલી તકે આકાર પામે તે માટે કેન્દ્ર સરકારે બીડું ઝડપી લીધું છે.

 

Leave a Response

error: Content is protected !!