જાણવા જેવુરાજનીતિ

એર પ્યોરિફાયર ટાવર લગાવી ગુજરાતનું આ શહેર કરશે ચીનની બરોબરી

156views

સુરતમાં હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ચીનની જેમ જ એર પ્યોરીફાયર ટાવર બનાવવાનું કામ ચાલુ કરવામાં આવશે. સુરતનાં ઉદ્યોગો અને SVNITના સંયુક્ત હેઠળ ચાલી રહેલી સંસ્થા ક્લિન એનવાયરોનમેન્ટ રિસર્ચ સેન્ટર, IIT દિલ્હી તેના માટેની તૈયારીઓ કરી ચૂકી છે. થોડા દિવસો પહેલા સુરતમાં પ્રદૂષણ નિયંત્રિત કરવાનાં મુદ્દે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસિંગ એસોસિએશને એર પ્યોરીફાયર ટાવરનાં ફાયદા, તેના ખર્ચ અને તેની ટેક્નોલોજી અંગે માહિતી આપી હતી.

શા માટે સુરત જ કરાયું પસંદ?

એમ તો પ્રદૂષણની દ્રષ્ટિએ અન્ય શહેરો સુરત કરતા ઘણાં આગળ છે પણ સુરતની પસંદગી માત્ર એટલા માટે કરવામાં આવી, કારણ કે અહિનાં ઉદ્યોગો દ્વારા પ્રદૂષણને કાબુમાં રાખવા માટે નોંધનીય પગલા ઉઠાવવામાં આવ્યા છે.

શું રહેશે એર પ્યોરીફાયર ટાવરની સાઈઝ અને ઉંચાઈ:

એર પ્યોરીફાયર ટાવર રોજ 30 હજાર ક્યુબિક જેટલી હવા શુદ્ધ કરશે. આ ટાવરને સુરતથી આશરે 500 મીટરના સ્થાનમાં બનાવવામાં આવશે. જે 10 મીટર પહોળો અને 24 મીટર ઉંચો હશે અને તેમાં 25 હોર્સ પાવરનું મશીન હશે.ટાવરની સાઇઝ અને ઉંચાઇ શહેરનાં એર પોલ્યુશનનું પ્રમાણ અને સ્થાનનું નિરીક્ષણ કર્યા પછી જ ફાઇનલ કરવામાં આવ્યું છે. એર પ્યોરીફાયર ટાવર હવામાં પાર્ટિકુલેટ મૈટરને નિયંત્રિત કરે છે. જેનો અર્થ છે તેઓ ચારેબાજુથી પ્રદૂષિત હવા ખેંચીને શુદ્ધ કરે છે.સૌથી નાનો ટાવર 1.50 કરોડનાં ખર્ચે બનશે. આ ટાવર દૂષિત હવાને પોતાની તરફ ખેંચશે અને ત્યાર બાદ હવાને ગરમ કરે છે અને આખરે અલગ અલગ લેવલ પર ફિલ્ટર કરે છે. આ ટાવર 30 હજાર ક્યૂબિક મીટર એટલે કે શહેરનાં 24 વિસ્તારની હવાને શુદ્ધ કરશે. મતલબ કે, 1 લાખ લોકોને લાભ મળશે અને શુદ્ધ હવા મળશે.

Leave a Response

error: Content is protected !!