વિકાસની વાત

આઠ કલાક સુધી ચાલનારી મેચ ફુલ એન્ટરટેઈમેન્ટ કરાવશે, ઉત્સાહ અને ખુશી બ્રેઈનને બનાવશે હેપ્પી

105views

જ્યારે આપણી મનપસંદ ટીમ જીતી રહી હોય તો આપણને કેવું લાગે છે કે વર્લ્ડ ઈઝ ગ્રેટ, આઈ એમ ગુડ. તેનાથી શરીરમાં પોઝિટિવ ઈમોશન્સ ઉત્પન થાય છે, જે આપણને ખુશ રાખે છે સાથે સાથે એનર્જી લેવલ વધારીને કામ કરવાની તાકાત પણ વધારી દે છે. જ્યારે બીજી તરફ ટીમ હારતી હોય તો આપણવે એવું લાગે છે કે દુનિયા પુરી થઈ ગઈ છે.

લગભગ આઠ કલાક સુધી ચાલનારી મેચ ફુલ એન્ટરટેઈમેન્ટ આપે છે. ટીમની હાર-જીતથી મળનારી ખુશી તથા ઉદાસી હૃદયના ધબકારા વધારી દે છે. ક્યારેક-ક્યારેક તેનાથી પલ્સ રેટ અને બ્લડપ્રેશર સુધી વધી શકે છે. આ દરમિયાન એંગ્ઝાયટી થવાથી શરીરની સરકેડિયમ રિધમમાં પરિવર્તન આવે છે. તેનાથી નોર્મલ હાર્ટબીટ બદલાવા લાગે છે. હૂટિંગ તથા ફ્લેપિંગ કરવા પર બ્રેનથી ડોપામીન તથા એડ્રાનીલ હોર્મોન્સ રિલીઝ થાય છે, જે ખુશીનો અનુભવ કરાવે છે. થોડા કલાકો અને ક્ષણો સુધી આ ખુશી વર્કિંગ કપેસિટી વધારી દે છે.

જ્યારે મનપસંદ ખેલાડી ચોકા કે છક્કા લગાવી રહ્યા હોય ત્યારે સ્ક્રીન પર આ જોઈને આપણે ખુશીથી ઝૂમી ઉઠીએ છીએ. થોડી ક્ષણોની આ ખુશી આપણને હેલ્ધી રાખવામાં મદદરૂપ બની શકે છે. ખુશીથી શરીરમાં પોઝિટિવ ઈમોશન્સ ડેવલપ થાય છે. તે રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બનાવે છે.

સાથે જ વિચાર અને એકાગ્રચિત્ત થવાનો વિસ્તાર પણ વધારે છે. ઉત્સુકતા, પ્રેમ, મજા, આશ્ચર્ય તથા ઉત્સાહથી એટેન્શન વધે છે. જ્યારે ગુસ્સામાં ફ્રસ્ટ્રેશન આવવાનું શરૂ થાય છે. બ્રેઈનનું લેફ્ટ ફ્રન્ટલ પાર્ટ એક્ટિવ થાય છે, જેને સાયન્ટિસ્ટ હેપ્પી બ્રેઈન કહે છે. ખુશીથી ફિઝિકલ, ઈન્ટેલેક્ચ્યુઅલ અને સોશિયલ રિસોર્સ ડેવલપ થાય છે. ખુશ રહેનારા લોકો રેગ્યુલર એક્સરસાઈઝ કરે છે. આ મસલ્સને મજબૂત, હાર્ટ લંગ્સના ફંક્શનને વધારે શ્રેષ્ઠ બનાવે અને લચીલાપણું વધારે છે.

Leave a Response

error: Content is protected !!