રાજનીતિ

રૂપાણી સરકારે આપી રોજગારી તો ટ્વિટરમાં નીકળી પ્રશંસાની સવારી

285views

રોજગારીએ ભારત જ નહીં બધા વિકાસશીલ દેશો માટે એક પડકાર સમાન સવાલ છે.પણ આજે ખુશીની વાત એ છે કે ગુજરાત આ પડકાર સામે હરણફાળ ગતિ કરી રહ્યું છે.ગુજરાત સરકારની રોજગારી મુદ્દે આજે ટ્વિટરમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે.

સમગ્ર દેશમાં સૌથી ઓછા ૩.૪ ટકાના બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે.

તાજેતરના પીરીયોડિક લેબર ફોર્સ સર્વે ડૉકયુમેન્ટમાં આ વિગતો સામે આવી છે.શહેરી ક્ષેત્રમાં૧પ થી પ૯ વર્ષની વય જૂથમાં ગુજરાતે દેશમાં સૌથી ઓછા ૩.૪ ટકાના બેરોજગારી દર સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે.

વિશેષ ઉલ્લેખનીય એ છે કે, ગુજરાતે પોતાનો જ અગાઉના વર્ષનો આવો સૌથી ઓછી બેરોજગારીનો રેકોર્ડ આ વર્ષે તોડયો છે.આ જ સર્વેમાં ગયા વર્ષે ગુજરાત ૪.પ ટકાના સૌથી ઓછા બેરોજગારી દર સાથે દેશમાં અગ્રેસર રહ્યું હતું.

બીજા રાજ્યની હોડમાં ગુજરાત કેટલું આગળ?

ગુજરાતની તૂલનાએ અન્ય મોટા રાજ્યો કર્ણાટક પ.૩, મહારાષ્ટ્ર ૬.૬, તામિલનાડુ ૭.ર, આંધ્રપ્રદેશ ૭.૮, હરિયાણા ૯ અને કેરાલા ૧૧ તેમજ તેલંગાણા ૧૧.પ ટકાનો બેરોજગારી દર ધરાવે છે.

તો આ પરથી રૂપાણી સરકાર દરેક ક્ષેત્રોમાં સરાહનીય કામગીરી કરી રહ્યું છે એના આ પ્રમાણ છે.

Leave a Response

error: Content is protected !!