રાજનીતિ

CBI તપાસની માંગ વચ્ચે સુશાંતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવ્યો સામે, મુંબઈ પોલીસને આવી ગયો ગુસ્સો

3.54Kviews

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પોલીસે શરૂઆતી કાર્યવાહી કરી તેને આત્મહત્યાનો કેસ ગણાવ્યો હતો. હવે પોલીસને સુશાંત કેસમાં ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સોંપી દેવામાં આવી છે.

ફાઈનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ :

  • રિપોર્ટમાં એ વાત પર પણ જોર આપવામાં આવ્યું છે કે, સુશાંતના શરીર પર કોઇ પણ પ્રકારની ઇજા નથી.
  • તેના નખ પણ એકદમ સાફ હતા.
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતનું કારણ આત્મહત્યા જ ગણાવવામાં આવી છે.
  • આ રિપોર્ટ એક્ટની મોત પર કોઇ પણ પ્રકારનો સવાલ ઉભો નથી કરતી.

પુર્વ મેનેજરની આત્મહત્યા અને સુશાંતની આત્મહત્યા વચ્ચે શું છે કનેક્શન

ત્યાં જ મુંબઇ પોલીસે પણ પોતાની કાર્યવાહીમાં ઘણા ખુલાસા કર્યા છે, પહેલા સુશાંતની મોતને એક્ટરની પૂર્વ મેનેજર દિશા સાલિયનના નિધન સાથે સાંકળી જોવામાં આવી હતી. પરંતુ પોલીસે આવા કોઇ કનેક્શનથી ઇન્કાર કરી દીધો છે. પોલીસ અનુસાર દિશા, સુશાંતને માત્ર એક જ વાર મળી હતી. માટે આ કનેક્શન જોડી શકાય નહી.

પોલીસે એ વાત પર ગુસ્સો જાહેર કર્યો કે કોઇ પણ પ્રકારના ઠોસ પૂરાવા વગર ઘણી વેબસાઇટે સુશાંતના નિધનની અલગ-અલગ થ્યોરી સામે રાખી દીધી. ખબરો અનુસાર આ વેબસાઇટો સાથે પૂછપરછ થઇ શકે છે અને તથ્યો પર સવાલ કરવામાં આવી શકે છે.

અત્યાર સુધી 23 લોકો સાથે પોલીસે પુછતાછ કરી છે.

  • પોલીસ કાર્યવાહીની વાત કરીએ તો અત્યાર સુધીમાં 23 લોકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.
  • એક્ટરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નિવેદન પણ લેવામાં આવી રહ્યું છે.
  • આવામાં પોલીસે અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી, બિઝનેસ મેનેજર, કુશાલ જાવેરી જેવા ઘણા કલાકારોના નિવેદનો લીધા છે.
  • આ તમામ લોકો ન માત્ર સુશાંતની નજીક હતા પરંતુ તેના કરિયરની સાથે પણ તેમના ખાસ સંબંધ હતાં.

Leave a Response

error: Content is protected !!