Corona Update

અમદાવાદનો પ્રથમ કોરોના કેસ : 21 વર્ષની યુવતીએ કોરોનાને આપી માત કહ્યુ SVPનો સ્ટાફ સુપરહિરો છે.

પ્રતિકારાત્મક ફોટો
232views

અમદાવાદમાં કોરોનાની પહેલી પોઝિટિવ આવેલી 21 વર્ષીય નિયોમી શાહને આખરે 32 દિવસ પછી એસવીપી હોસ્પિટલમાંથી શુક્રવારે રાત્રે ડિસ્ચાર્જ કરવામાં આવી. નિયોમી પછી દાખલ થયેલા દર્દીઓ પણ રિકવર થઈ ગયા હતા, પરંતુ તેને કોરોનાનાં લક્ષણો દૂર થઈ ગયા પછી પણ તેના ટેસ્ટનું પરિણામ પોઝિટિવ આવતું હોવાથી રજા આપવામાં આવી ન હતી. અંતે શુક્રવારે કરેલા રિપોર્ટનું પરિણામ નેગેટિવ આવતાં તેને રજા આપવામાં આવી હતી.

‘એસવીપીનો સ્ટાફ સાચા અર્થમાં સુપરહીરો છે’
એસવીપી હોસ્પિટલનો તમામ સ્ટાફ સાચા અર્થમાં સુપર હીરો છે. દર બે કે ત્રણ દિવસે મારો ટેસ્ટ કરવામાં આવતો હતો અને લક્ષણો ન હોવા છતાં તે પોઝિટિવ આવતા હું ઘણી અપસેટ પણ થતી હતી. મારી સારવાર કરનારા ડોક્ટરોને પણ હું પૂછતી કે આવું કેમ થાય છે ત્યારે ડોક્ટરો તરફથી મને એક જ જવાબ મળતો હતો કે તમારે ધીરજ રાખવાની જરૂર છે. મારા પરિવારનો એક પણ સભ્ય મારી સાથે ન હતો. કોઈ મિત્ર ન હતા ત્યારે એસવીપીનો મેડિકલ સ્ટાફ જ મારા માટે પરિવાર સમાન હતો એટલે તેમની દરેક વાત હું સાંભળતી અને તેને ફોલો પણ કરતી. મારી સારવાર કરનારા ડોક્ટરો તો મારું કાઉન્સેલિંગ કરતા જ હતા, પરંતુ જે સાઇકિયાટ્રિક નિષ્ણાત ડોક્ટર્સ હતા તેઓ પણ વીડિયો કોલ કરીને મારું કાઉન્સેલિંગ કરી મને સતત પોઝિટિવ થિન્કિંગ માટે કહી મારી માનસિક સ્થિતિ મજબૂત રાખવા સતત પ્રયાસ કરતા હતા.

‘માનસિક સ્થિતિ મજબૂત રાખવા સતત પ્રયત્ન કરતી’ 

જે લોકો ઘરમાં કમ્ફર્ટ ઝોનમાં પણ બોર થાય છે અને ઘરની બહાર ખોટા બહાના કાઢી નીકળી પડે છે તેમને મારે કહેવું છે કે, હોસ્પિટલમાં 32 દિવસ થઈ ગયા, હજુ તબીબોની સલાહ પ્રમાણે મારે 14 દિવસ ખૂબ જ ધ્યાન રાખવાનું છે. આ વાઈરસ માત્ર શરીરમાં ફિઝિકલી જ અસર કરતો નથી પરંતુ માનસિક સ્થિતિને પણ એટલી જ અસર કરે છે. પ્રત્યેક દિવસ મારી માટે નવી ચેલેન્જ હતી. મને ખબર હતી કે મારી નાજુક સ્થિતિ માટે હું કઈ કરી શકવાની ન હતી, પરંતુ તમે ઘરમાં સેફ રહીને પોતાના માટે ઘણું બધું કરી શકો તેટલા સક્ષમ છો. તમે કદાચ કોરોનાના લક્ષણો ધરાવતા હશો, પણ તેનો ચેપ જો કોઈને લાગે તો તેની સ્થિતિ વધુ ગંભીર બની જાય તેની ચિંતા કરવી જોઈએ. એટલે જ તમે તમારા માટે અને બીજા લોકો માટે પણ ઘરમાં રહો. ઘરે આવ્યા બાદ આઈ એમ વેરી હેપ્પી એન્ડ ફિલ રિલેક્સ. ફાઈનલી 32 દિવસ પછી ઘરનું જમવાનું જમી એનો મને ખૂબ જ આનંદ છે.

સૌજન્ય- ભાસ્કર

Leave a Response

error: Content is protected !!