રાજનીતિ

ખુશ ખબર આ કારણે ગુજરાતમાંથી જલ્દી દૂર થશે કોરોના

1.66Kviews

કોરોના મહામારી વિશ્વમાં રોકેટ ગતિએ ભાગી રહી છે વિશ્વભરના ડોકટરો તેના માટે દવા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે હવે ગુજરાત માટે સારા સમાચાર છે કે ગુજરાતને અમેરિકા પાસેથી કોરોના દૂર કરવા અપાતા ઇંજેક્શન મળી રહ્યા છે.અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના દર્દીમાં રેમેડેસિવિરથી સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે, પણ તેની સામે માત્ર બે કંપની દ્વારા આ ઇન્જેક્શન બજારમાં ઉપલબ્ધ હોવાથી તેની અછત ઊભી થઈ છે.

હવે રેમેડેસિવિર બનાવતી હિટ્રોન અને સિપ્લા કંપનીની સાથે હવે અમેરિકાની માયલન લેબે બેંગ્લુરુમાં રેમેડેસિવિરનું ઉત્પાદન શરૂ કર્યું છે અને 5 હજાર ઇન્જેક્શનની પ્રથમ બેચ તૈયાર થતાં રવિવારે હવાઈ માર્ગે ગુજરાત સરકારને મોકલી આપ્યાં છે.

Leave a Response

error: Content is protected !!