રાજનીતિ

બિન સચિવાલય કલાર્કની રદ કરાયેલી પરીક્ષાને લઈ સરકારે યોજી પત્રકાર પરિષદ

82views

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 20 ઓક્ટોબરે લેવાનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરાયેલી પરીક્ષાને લઈ સરકારે પત્રકાર પરિષદ યોજી હતી.

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ અંગે જણાવ્યું કે, ‘ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની જે પરીક્ષા રદ કરી હતી અને આની સામે ઉમેદવારોએ, વિદ્યાર્થી મંડળોએ, ભાજપનાં નેતાઓએ રાજ્ય સરકારને રજૂવાત કરી હતી કે આ પરીક્ષામાં ઉમેદવારો તૈયારી કરી છે તે રાજ્ય સરકારનાં નિર્ણયને રદ કરવો જોઇએ.’

વધુમાં તેમણે કહ્યું કે, ‘અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે. લોકોની લાગણી માંગણીને માન આપનારી સરકાર છે. પ્રજાની લાગણીને ધ્યાનમાં રાખીને સરકારે સમજી , વિચારીને નિર્ણય રદ કરવાનો નિર્ણય મુલતવી કરવામાં આવે છે. ધોરણ 12 પાસ અને સ્નાતક વિદ્યાર્થીઓ બધા જ ઉમેદવારોને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. જેમણે પરીક્ષા અંગેની નોંધણી કરેલા તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકે. આ બધા જ ઉમેદવારો ફરીથી પરીક્ષા આપી શકશે. આ પરીક્ષા  હવે તારીખ 17-11-2019નાં રોજ યોજાશે. આ પરીક્ષા માટે 3171 કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. પસંદગી પામેલ ઉમેદવારોને સરકારી નોકરી આપવામાં આવશે.’

ગૌણ સેવા પસંદગી મંડળનાં અધ્યક્ષ, અસિત વોરાએ જણાવ્યું કે, એજ ફોર્મ અને એજ કોલ લેટર સાથે ઉમેદવારો પરીક્ષા આપી શકશે જેમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે.

Leave a Response

error: Content is protected !!