રાજનીતિ

લાભ પાંચમનાના શુભ મહૂર્તે સરકાર ટેકાના ભાવે મગફળીની કરશે ખરીદી શરૂ

110views

આજે લાભ પાંચમનાના શુભ મહૂર્તે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાશે.

રાજ્યના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ અગાઉ જણાવ્યા મુજબ સરકાર દ્વારા મગફળીનો ટેકાનો ભાવ 1080 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે. સરકાર આજથી પ્રત્યેક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદશે. સરકાર પ્રારંભિક તબક્કે 25 ખેડૂતોને પ્રત્યેક સેન્ટર પર બોલાવશે અને તેમની મગફળી ખરીદશે.ખેડૂતોને અગાઉ sms દ્વારા જાણ પણ કરી દેવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં 11 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની શરૂઆત કરી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવા માટે તેમજ ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોની ભીડથી ચક્કાજામ સ્થિતિ થઈ છે. સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં 82,000 ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત
સાવરકુંડલમાં 3,168 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

Leave a Response

error: Content is protected !!