રાજનીતિ

ભાવનગરમાં એક વર્ષના બાળકના માથામાં કુકર ફસાયુ.. બાળરોગ અને ઓર્થોપેડીક વિભાગના તબીબો પણ મુંજાયા

1.6Kviews

ભાવનગરના પીરછલ્લા શેરી વિસ્તારમાં એક વર્ષના બાળકનું માથું કુકરમાં ફસાઇ ગયું હતું. આથી આ બાળકને સર.ટી.હોસ્પિટલમાં લઇ જવાયો હતો અને જ્યાં પૂરી તકેદારી સાથે બાળકના માથામાં ફસાયેલું કુકર કાપીને બહાર કાઢ્યું હતું. આ બાળકનું નામ પ્રિયાંશી ધાર્મિકભાઈ વાળા છે. પોતાના ઘરે રમતા રમતા માથામા કુકર ફસાઇ ગયું હતું. ઘરના લોકોએ પ્રયત્ન કરવા છતાં કુકર ન નીકળતા બાળકને સર ટી. હોસ્પિટલ ખાતેના તાત્કાલિક સારવાર વિભાગમાં લાવ્યા હતા. ફરજ પરના બાળરોગના ડોકટર, ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર અને નર્સિંગ સ્ટાફે બુદ્ધિ પૂર્વકની સઘન 45 મિનિટની મહેનતના અંતે તે બાળકના માથામાંથી કુકર કાઢવામાં સફળ રહ્યા હતા.

કુકર કાઢવામાં બાળરોગ અને ઓર્થોપેડીક વિભાગના તબીબો કામે લાગ્યા હતા
આ દરમિયાન બાળરોગ વિભાગના ડોકટર ડો. મેહુલ ગોસાઈ, ડો. ઉન્નતિ શાહ, ડો. આદિત્ય નિખિલેશ્વર, એડમીન હાર્દિક ભાઈ ગાથાણી, કૃષ્નાબેન, નર્સિંગ સ્ટાફ મનીષા બેન, તૃપ્તિ બેન અને સર ટી. હોસ્પિટલની આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલી ટીમના તમામ સભ્યો દ્વારા બાળકના પલ્સ, ઓક્સિજન લેવલ તમામનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું અને બાળકના માથામાં ફસાયેલા આ કુકરને કાળજીપૂર્વક બાળકને કોઇ પણ પ્રકારની ઇજા ન થાય એ રીતે કાઢી લેવાયું હતું. 

Leave a Response

error: Content is protected !!