Corona Update

વિજયી ભારત : 85 જિલ્લામાં 14 દિવસથી કોઇ નવો કેસ નથી, નવ રાજ્યો-કેન્દ્રસાશિત પ્રદેશ કોરોના મુક્ત

932views

 

  • 85 જિલ્લામાં 14 દિવસથી કોઇ નવો કેસ નથી આવ્યો,
  • અત્યાર સુધી 6184 લોક સ્વસ્થ થયા, રિકવરી રેટ 22 ટકા
  • સ્વાસ્થ્ય વિભાગમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું- રિકવર દર્દીઓ સંક્રમણ નથી ફેલાવતા, તેઓ બીમારી સામે લડવાની પ્રેરણા આપે છે
  • કોરોના વોરિયર્સ સાથે કોઇ પણ પ્રકારનો ભેદભાવ ન કરો, તેમના પ્રત્યે સન્માન અને આભાર વ્યક્ત કરો

 

સરકાર અને આઇસીએમઆર તરફથી પ્રેસ બ્રીફિંગ કરીને દેશમાં કોરોના વાયરસ અંગેની પરિસ્થિતિ વિશે જાણકારી આપવામાં આવે છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે સોમવારે જણાવ્યું કે અત્યાર સુધી 6184 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. રિકવરી રેટ વધીને 22.17 ટકા થયો છે. તે લગાતાર વધી રહ્યો છે. 85 જિલ્લામાં છેલ્લા 14 દિવસોથી કોઇ કેસ નોંધાયો નથી. તે સિવાય છેલ્લા 28 જિલ્લામાં જ્યાં કોઇ કેસ ન હતા ત્યાં હમણા એક એક કેસ નોંધાયા છે.

અગ્રવાલે કહ્યું કે સ્વસ્થ થયેલા દર્દીઓ સંક્રમણ ફેલાવતા નથી. તેઓ લડવાની પ્રેરણા આપે છે. કમ્યુનીટી લીડર આગળ આવે અને લોકોને સંક્રમણ રોકવા માટે જાગૃત કરે. કોરોના વોરિયર્સ સાથે કોઇ પણ પ્રકારનો ભેદભાવ કરવાનો નથી. તેમનું સન્માન કરી આભાર વ્યક્ત કરવો જોઇએ. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓને કહ્યું છે કે રેજ ઝોન અને ઓરેન્જ ઝોનમાં કડકાઇ રાખવામાં આવે. ગ્રીન ઝોનમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. કોશિષ કરો કે ગ્રીન ઝોન વાળા એરિયામાં પણ સંક્રમણ નો કોઇ કેસ સામે ન આવે. તેના માટે લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું સારી રીતે પાલન કરાવો.

Leave a Response

error: Content is protected !!