જાણવા જેવુ

વિશ્વનો પહેલો મલ્ટિ ફાયર રોબોટ ‘શેષનાગ’ : સાણંદમાં લાગેલી આગ બુઝવનાર સ્વદેશી રોબોટ વિશે જાણો

688views

સાણંદની યુનિચાર્મ ફેક્ટરીમાં છેલ્લા 10 વર્ષની સૌથી વિકરાળ આગ બુઝાવવામાં ‘સ્વદેશી રોબોટ’ની મહત્ત્વની ભૂમિકા હતી.  

સ્વદેશી ‘શેષનાગ’થી સાણંદ ફેક્ટરીની આગ આવી કાબુમાં

  • વિશ્વનો પહેલો મલ્ટિ ફાયર રોબોટ છે શેષનાગ
  • શેષનાગ વ્હીકલ સાથે જોડીને 700 ડિગ્રી ઊંચા તાપમાનમાં કામ કરી શકે
  • છ પૈડા પર ચાલતો શેષનાગ ફાયર ટેન્કરથી 500 મીટર દૂર જઈ શકે
  • એક મિનિટમાં 300 લિટર પાણીનો છંટકાવ કરવાની ક્ષમતા
  • 100 કિલો પ્રેશરથી વાર કરી શકે

અમદાવાદ ફાયરબ્રિગેડ સર્વિસ દ્વારા રૂા. ૧ કરોડની કિંમતનું ફાયર રોબોટથી સજ્જ “શેષનાગ” વ્હીકલ વિકસિત કરવામાં આવ્યું છે કે જે ગરમીના ઉંચા તાપમાને પણ આગની નજીક જઈને આગને ઓલવી શકવા માટે સક્ષમ છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ ‘સ્વદેશી’ ધોરણે ચાંગોદરની ‘સ્વદેશી કંપની’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. રૂ. ૧ કરોડની કિંમતનો આ રોબોટ ૭૦૦ ડિગ્રી કે તેનાથી પણ ઉંચા તાપમાને આગની સાવ નજીક જઈને પ્રતિ મિનિટે ૩૦૦ લિટર પાણીનો મારો ચલાવવા માટે સક્ષમ છે. આ પાણીનો મારો તે ૧૦૦ કિલો પ્રેશર.એટલે કે ૧૪૫૦ પાઉન્ડ પ્રેશર (૧૦૦ બાર પ્રેશર)થી કરી શકે છે. આ ફાયર રોબોટમાં એક સાથે પાણીની પાંચ લાઈનો પણ જોડી શકાય તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે.

શેષનાગની સાથે ૫૦૦ મીટરની હોઝ પાઇપ જોડી શકાય છે.કોર્ડલેસ રિમોટથી સંચાલિત આ ફાયર રોબોટને ૩૦૦ મીટરના અંતરેથી પણ સંચાલિત કરી શકાય છે. આવી બધી વિશેષતા ધરાવતો તે વિશ્વનો આ પ્રકારજનો પ્રથમ ફાયર રોબોટ છે.2540

Leave a Response

error: Content is protected !!