જાણવા જેવુરાજનીતિ

CM રૂપાણીની કેબિનેટમાં બેઠક, મોટરવ્હિકલ એક્ટનો મુદ્દો ફરી ચર્ચામાં

96views

ગુરુવારના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં નવા મોટર વ્હિકલ એક્ટના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્યમાં પડેલા વરસાદ બાદની સ્થિતિની અંગેની પણ ચર્ચા થશે.

મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરીને નવા નિયમની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યની સત્તા હેઠળ આવતાં દંડની જોગવાઇમાં ફેરફાર કર્યો હતો. આ જોગવાઇમાં રાજ્ય સરકાર દ્વારા કેટલાક દંડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

કેબિનેટની બેઠકમાં કયાં મુદ્દે થશે ચર્ચા

નવો મોટર વ્હિકલ એકટનો મુદ્દો
રાજ્યમાં વરસાદ બાદની સ્થિતિ અંગે સમીક્ષા
રાજ્યના ડેમોમાં જળસ્તરની સ્થિતિને લઇને ચર્ચા
તેમજ રાજ્યમાં પડેલા અનારાધાર વરસાદ બાદ ઓવરફલો થયેલા તમામ ડેમોના જળસંગ્રહ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં રાજ્યમાં રોગચાળા અંગેના આંકડાનો પણ અભ્યાસ કરવામાં આવશે.

જ્યારે છેલ્લા થોડા સમયથી પડી રહેલા રાજ્યમાં અવિરત વરસાદને લઇને અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. જ્યારે રાજ્યમાં 100 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓના ડેમ ઓવરફલો થઇ જતાં પાણી છોડવામાં આવતાં નિચાણા વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. રાજ્યની જીવા દોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફલો કોઇપણ ક્ષણે થશે. આમ રાજ્યમાં પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

જ્યારે બીજી તરફ રાજ્યની વિધાનસભાની 7 બેઠકની પેટાચૂંટણીની તારીખનું કોઇપણ સમયે એલાન કરવામાં આવી શકે છે. ત્યારે આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને કવાયત હાથ ધરવામાં આવશે. તેમજ પેટાચૂંટણીને લઇને સરકારી કામકાજની તૈયારીઓને આખરી ઓપ આપવા અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

Leave a Response

error: Content is protected !!