રાજનીતિ

અમિત શાહ- જમ્મુ અને કાશ્મીરમાં સીમા પર રહેતા લોકો માટે અનામત વિધેયક લોકસભામાં પાસ

117views

જમ્મુ અને કાશ્મીરમાં સીમા પર રહેતા લોકો માટે અનામત વિધેયક લોકસભામાં પાસ થઇ ગયું. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધારવા સંબંધિત પ્રસ્તાવ પણ લોકસભામાં પસાર થઇ ગયો. આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીર અનામત અધિનિયમ 2004માં સંશોધન માટે શુક્રવારે લોકસભામાં વિધેયક રજુ કર્યું, જેમાં આંતરરાષ્ટ્રીય સીમાનાં 10 કિલોમીટરના વર્તુળમાં રહેનારા લોકોને શૈક્ષણીક સંસ્થાઓ અને સરકારી નોકરીમાં 3 ટકા અનામત આપવામાં આવ્યું છે.

શાહે કહ્યું કે, “અમે જમ્મુ કાશ્મીર માટે અનામત કાયદામાં સંશોધન અંતર્ગત રાજ્યના નબળાં, પછાત વર્ગ અને આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રહેતાં લોકો માટે નવી રીતે અનામતની જોગવાઈ કરી છે. LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતાં લોકોને શેલ્ટર હોમમાં રહેવું પડે છે. અનેક દિવસ સુધી બાળકોને અહીં રહેવું પડે છે, સ્કૂલ બંધ રહે છે. તેમના ભણતરને અસર પડે છે. તેથી તેમને અનામત આપવામાં આવી રહ્યું છે. જેનાથી જમ્મુ કાશ્મીરના સાડા ત્રણ લાખ લોકોને ફાયદો થશે. આ અનામત કાયદામાં સંશોધનનો પ્રસ્તાવ કોઈને ખુશ કરવા માટે નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય બોર્ડરની આસપાસ રહેતાં લોકોના હિત માટે છે.”

અનામત સંશોધન બિલ લોકસભામાં રજુ થયું હતુંઃ ગત દિવસોમાં કેન્દ્રીય રાજ્ય ગૃહમંત્રી જી કિશન રેડ્ડીએ લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ 2019 રજુ કર્યો હતો. જેના આધારે અનામત અધિનિયમ 2004માં સંશોધન કરવામાં આવશે. બિલ થવાથી આંતરરાષ્ટ્રીય સરહદવાળા લોકોને પણ અનામતનો લાભ મળશે. સંશોધન પ્રમાણે LOC અને આંતરરાષ્ટ્રીય સરહદ પાસે રહેનારા લોકો જો સુરક્ષાના કારણોથી ત્યાં ચાલ્યા ગયા હોય તો તેમને પણ અનામતનો લાભ મળશે.

Leave a Response

error: Content is protected !!