રાજનીતિ

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પી પી સ્વામી થયા બહ્મલીન

386views

અમદાવાદના મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ લીધા અંતિમ શ્વાસ. વહેલી સવારે તેમના પાર્થિવ શરીરને ઘોડાસર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

મંદિર ખાતે જ અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવી હતી.ભક્તોના સમુદાયની લાગણીને ધ્યાનમાં રાખી સવારે 7 થી 8.30 સુધી ભક્તોને ઓનલાઇન લાઈવ દર્શનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

સંસ્થા તરફથી ભક્તોને કરવામાં આવી આ અપીલ:

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી. ગુરૂ શિષ્યના નાતે અંતિમસંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. આજથી 11 દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી, પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા. 

વડાપ્રધાન મોદીએ પણ કર્યો શોક વ્યક્ત:

ઉલ્લેખનીય છે કે સ્વામી છેલ્લા કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર હતા અને ભક્તો દ્વારા સતત સ્વાસ્થ્યના સુધારા માટે ધૂન-ભજન-ભક્તિ કરવામાં આવતી હતી.જોકે ભગવાનને કઈ અલગ જ મંજુર હતું અને આજે સવારે તેઓ અંતર્ધ્યાન થયા હતા.

પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત ઘણી નાજુક રહેતા ગઇ 12 જુલાઈના રોજ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.

Leave a Response

error: Content is protected !!